Site icon Revoi.in

જૂનાગઢની પ્રાચીન ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ધૂમે છે

Social Share

અમદાવાદઃ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયાં છે. દરમિયાન જૂનાગઢમાં પ્રાચીન ગરબીમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ ગરબે રમીને માતાજીના આરાધના કરે છે. આ ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. હાલ બાળાઓને ગરબાની તૈયારી કરાવવામાં આવી રહી છે.

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ અને આયોજકોએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જુનાગઢની વાત કરીએ તો, જુનાગઢ શહેરમાં હજુ પણ પ્રાચીન ગરબીઓ કે જે ખરા અર્થમાં નવરાત્રીમાં ભક્તિ કરે છે. આ ગરબીને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ ગરબીની વિશિષ્ટતા એ છે કે આ ગરબીમાં હિન્દુ બાળાઓની સાથે મુસ્લિમ બાળાઓ માતાજીની ભક્તિમાં લીન થઈ ગરબે ઘૂમે છે.

જુનાગઢની વણઝારી ચોકની ગરબી એટલી પ્રખ્યાત છે કે, તેનો એક એક રાસ જોવા માટે હજારો લોકો એકઠા થતાં હોય છે. આ ગરબીમાં કલાકાર તરીકે પંજાબી મહિલા વર્ષોથી સેવા આપે છે. નવાબી કાળથી ચાલતી આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ સહિતની તમામ બાળાઓ ગરબે ઘૂમે છે. અહીં એક પણ રૂપિયાની ફી લેવામાં આવતી નથી. દરેક ગરબે ઘૂમતી બાળાઓને રોકડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

હાલમાં નવરાત્રીની તૈયારીના ભાગરૂપે દરેક બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. આ ગરબીમાં ભુવા રાસ એટલે કે છુટા વાળ રાખી બાળાઓ ગરબે ઘૂમે છે. સળગતી હિંઢોણીના રાસ, પટેલ પટલાણીનો રાસ સહિતના અનેક રાસ ખૂબજ પ્રખ્યાત માનવામાં આવે છે.