Site icon Revoi.in

નવી મુંબઈમાં આંખના પલરામાં બહુમાળી ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આજરોજ એક મોટો દુર્ઘટના ઘટી હતી. નવી મુંબઈના બેલાપુરમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. તો ઈમારતના કાટમાળ નીચે બે લોકો ફસાયા હતાં. અને બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 50 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 4.30 વાગ્યે બની હતી. ઘટના સમયે શાહબાઝ ગામમાં સ્થિત ઈન્દિરા નિવાસ ભવનના રહેવાસીઓ તેમના ઘરમાં સૂતા હતા. રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અન્ય સુરક્ષિત બચી ગયેલા લોકોને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

લોકોએ ભૂકંપ જેવા આંચકઓ અનુભવ્યા હતાં

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયી થવાની થોડી મિનિટો પહેલાં, લોકોએ ભૂકંપ જેવા આંચકઓ અનુભવ્યા હતાં. કોઈ દુર્ઘટનાની અપેક્ષા થવાની હોવાથી મોટાભાગના લોકો બધું છોડીને બહાર આવ્યા હતાં. થોડા સમય પછી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશન, નવી મુંબઈ ફાયર બ્રિગેડ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમને કહેવામાં આવ્યું કે કાટમાળ નીચે બે લોકો ફસાયા છે.

દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો

લગભગ ચાર કલાકની જહેમત બાદ બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે NMMC કમિશનર અને નવી મુંબઈ પોલીસ કમિશનરને આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.