Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં કોરોના વકર્યો- 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યારે અચાનક જ દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે, જેને લઈને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે જ ટચેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે, જો કે રાજધાની દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે.

જો દેશમાં નોંધાતા કુલ કેસની વાત કરીે તો તેમાં દિલ્હીના જ 50 ટકા જેટલા કેસ જોવા મળે છે,છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો દિલ્હીમાં 1 હજાર 94 કેસો સામે આવ્યા છે, આ સાથએ જ કોરોનામાં 2 દર્દીોના મોત પણ થયા છે જેને લઈને હવે કતંત્રની ચિંતા વધી છે.

આ બાબતે સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે જો વાત કરીએ તો હાલ દિલ્હીમાં સંક્રમણ દર  4.82 ટકા થઇ ગયો છે, એક દિવસ અગાઉ અહીં 22 હજાર 614 કોરોનાના ટેસ્ટ કરાયા હતા,જો કે રાહતની વાત એ પણ છે કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે, મોટા ભાગના દર્દીઓ હોમઆઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે

હાલમાં દિલ્હીની હૉસ્પીટલોમાં કૉવિડના 79 દર્દીઓ ભરતી છે, જ્યારે 2 હજાર 532 લોકો હોમ આઇસૉલેશન હેઠળ જોવા મળે છે. જો આર્થિક રાજધાની  મહારાષ્ટ્રની વાત કરીએ તો મ 25 માર્ચ બાદ શનિવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 194 કેસો સામે આવ્યા છે.