વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ
- વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટની ઘટના
- દોષી કરાર 8 આતંકીઓમાં કોર્ટે 7 ને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ
દિલ્હી- વર્ષ 2017માં ભોપાલ -ઉજ્જૈન વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટના સાથએ સંકળાયેલા આતંકીઓને હવે સજા મળી છે.આચલા વર્ષ બાદ તેમના સામે કડક સજાનો આદેશ અપાયો છે.ઉલ્લેખનીય છે કે ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ આતંકીઓમાંથી એક સૈફુલ્લાહ લખનઉના કાકોરીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ કેસમાં ઉત્તરપ્રદેશની લખનૌ NIA કોર્ટે સાત આતંકીઓને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. આ આતંકવાદીઓને NAI કોર્ટે 24 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવ્યા હતા ત્યારે હવે તેઓને સજા આપવામાં આવી છે.
વિતેલા દિવસને મંગળવારે તમામ આતંકીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે આ ચૂકાદો આવ્યો હતો આ એ આતંકીઓ છે કે જેઓને ફાસીની સજા સંભળવામાં આવી છે જેમાં મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ રોકીનો સમાવેશ થાય છે. આ સાથે જ મોહમ્મદ આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે
ઘટના 2017ની છે. જ્યારે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં શાજાપુર નજીક જબરી રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ થયો હતો. સવારે 9 વાગ્યેને 40 મિનિટ આસપાસ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ આતંકી ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. લખનૌના એટીએસ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા NIAએ 14 માર્ચ 2017ના રોજ કેન્દ્રની મોદી સરકારે આ કેસની તપાસ NIAને સોંપી હતી.તપાસમાં ખુલાસો થયો છે કે આતંકવાદી હુમલાનું આયોજન આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ઈશારે કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કેટલાક IED તૈયાર કરીને ટેસ્ટ કર્યા હતા. ઉત્તર પ્રદેશના તમામ શહેરોમાં ભીડભાડવાળા વિસ્તારોમાં આ વિસ્ફોટકો મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.