ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. અનેક ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. આથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આ પ્રશ્ને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાંજરાપોળના સંચાલકોના સંપર્કમાં રહીને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે.
રાજયમાં બિન ઉપજાઉ જમીન ઉપર બાગાયત પાક ઉગાડવા માટે ની યોજનાનું જમીન સંપાદન ના અભાવે આજદિન સુધી અમલીકરણ થઈ શક્યું નહીં હોવાનો સ્વીકાર ખુદ કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે કર્યો છે. જ્યારે રખડતા ઢોરો ના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ આપવવા માટે તેમજ ખેડૂતો માટે કાટાળી તારની વાડ ની યોજના માટે ફાળવેલ બજેટ આ વર્ષના માર્ચ મહિનાના અંત સુધીમાં મળે તે દિશામાં સરકાર કટિબદ્ધ હોવાનો સ્વીકાર પણ કૃષિ મંત્રી એ કર્યો છે.
રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાંથી અંદાજિત 4 હજાર જેટલા લોકોએ પડતર જમીનમાં બાગાયત પાક ઉગાડવા માટેની માગણી કરી છે. પરંતુ જમીન સંપાદનના કારણે આ યોજના અટવાઈ પડી છે. જોકે હજુ સરકારે કાંઈ નક્કી કર્યું નથી એટલું જ નહીં આ યોજનાના અમલીકરણ અંગેનો મુદ્દો હાલ વિચારણા હેઠળ હોવાનો સ્વીકાર તેણે કર્યો હતો. આ ઉપરાંત રખડતા ઢોર અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ ત્રાસદાયક સમસ્યાના નિરાકરણ માટે કટિબદ્ધ છે .જોકે રાજ્ય સરકારના પંચાયત વિભાગ, પશુપાલન વિભાગ અને શહેરી વિકાસ વિભાગના સંકલનમાં રહીને રખડતા ઢોરોના ત્રાસ માંથી નાગરિકોને ખૂબ ઝડપથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવશે. એટલું જ નહીં આવી રહેલા બજેટ સત્રમાં પણ આ અંગેની ખાસ દરખાસ્ત અને કાર્યવાહી અંગે પણ જાહેરાત કરવામાં આવશે સાથે સાથે કેટલાક પશુપાલક લોકો પોતાના પશુઓને જાહેર માર્ગોઉપર રખડતા રઝળતા કરે છે તેવા પશુપાલકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટેની વિચારણા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે
કૃષિ મંત્રીએ વધુમાં જંણાવ્યું હતું કે. શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવા સરકાર કટિબદ્ધ છે. એટલું જ નહીં પાંજરાપોળ સંચાલકો સાથે સંકલન કરીને આ સમસ્યાનું નિરાકરણ ઝડપથી કરવામાં આવશે ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા માટે કાંટાળા તારની વાડ ની યોજના ના અમલીકરણ ઉપરાંત તેનો લાભ કેટલાક ખેડૂતોએ લીધો અને કેટલા લોકોએ આ યોજના પૂરી કરી તે અંગે પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે આ યોજના અંતર્ગત આવેલી 21 હજારથી વધુ અરજીઓ હાલ પેન્ડીંગ છે પરંતુ આ યોજનામાં કેટલાક અંતરાય આવ્યા હોવાના કારણે યોજનાના અમલીકરણમાં વિક્ષેપ પડે છે જોકે જે અન્તરાય આડે આવે છે તેને દૂર કરવા માટે અમારો વિભાગ સંપૂર્ણ પ્રયત્ન કરશે અને આ યોજનાના અંતર્ગત ફાળવાયેલ બજેટ માર્ચ મહિના સુધીમાં લાભાર્થીને મળી રહે તે દિશામાં સરકાર વિચારી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.