Site icon Revoi.in

ઓમિક્રોનના કહેરને લઈને કેન્દ્ર એક્શનમોડમાં – 10 રાજ્યોમાં કેન્દ્રની આરોગ્ય ટિમ તૈનાત  

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છએત્યારે હવે કેન્દ્રની પણ ચિંતા વધી છે જેને લઈને હવે કેન્દ્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.કેન્દ્ર દ્વારા દેશમાં આવા દસ રાજ્યોની ઓળખ કરવામાં આવી છે જ્યાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રણ  ઝડપથી વધી રહ્યું છે. આ સિવાય અહીંકોરોના રસીકરણની ગતિ પણ ધીમી છે.ત્યારે હવે કેન્દ્રએ આ રાજ્યોની કમાન સંભાળી લીધી છે અને કેન્દ્રની ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા ચિન્હીત કરવામાં આવેલા આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે, જ્યાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણનો સામનો કરવા માટે કેન્દ્રીય આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે, સાથે જ આ ટીમ કોરોના રસીકરણની જમીની વાસ્તવિકતા પર પોતાની નજર રાખશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ટીમો તે રાજ્યોમાં ત્રણથી પાંચ દિવસ માટે તૈનાત રહેશે, જે દરમિયાન તેઓ રાજ્યના તબીબી નિષ્ણાતોને તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ, કોવિડ-19 ટેસ્ટિંગ, કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકા, હોસ્પિટલોમાંબેડની સુવિધા , એમ્બ્યુલન્સ, ઓક્સિજનની તાલીમ પણ આપશે. આ સાથે જ રસીનો પુરવઠો, રસીકરણની ઉપલબ્ધતા અને સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રમાં સબમિટ કરવાના ટીમને આદેશ આપવામાં આવ્યા છે.