દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને કરફ્યુના પગલે નોકરી-ધંધાને અસર પડી છે. તેમજ લોકોની આર્થિક હાલત પણ લથડી છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી હવે લોકો ફરીથી રોકડ નાણાકીય વ્યવહારો તરફ વળ્યાં છે. તેમજ ડીજીટલ પેમેન્ટ ઉપર વિશ્વાસ ઘટી રહ્યો છે. ઓનલાઈન ઠગાઈને કારણે લોકો રોકડ નાણાકીય વ્યવહાર તરફ લોકો વળ્યાં હોવાનું જાણવા મળે છે. જેથી રોકડ વ્યવહાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
એક રિપોર્ટ અનુસાર મે મહિનામાં યુટીઆઈ મારફત ડીજીટલ લેવડદેવડના 2.53 અબજ વ્યવહારો થયા હતા. એપ્રિલની સરખામણીએ 4 ટકા તથા માર્ચની સરખામણીએ સાત ટકા ઓછી હતી. મુલ્યની દ્રષ્ટિએ મે માસમાં 4.9 લાખ કરોડની ડીજીટલ લેવડદેવડ થઈ હતી જે એપ્રિલ કરતા 0.66 ટકા તથા માર્ચ કરતા 3 ટકા ઓછી હતી. નિષ્ણાંતોના મતે ગત વર્ષનાં નેશનલ લોકડાઉન વખતે પણ લોકોએ રોકડ વ્યવહાર પર વધુ ભરોસો કર્યો હતો. રિઝર્વ બેન્કના નેશનલ ઈલેકટ્રોનિકસ ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) તથા આરટીજીએસનાં લેવડદેવડમાં પણ ઘટાડો છે. એનઈએફટીનાં વ્યવહાર 10 ટકા ઘટીને 25.65 કરોડ થયા હતા અને તેનાં 18 લાખ કરોડની લેવડદેવડ થઈ હતી. આરટીજીએસ મારફત વ્યવહારો, 18 ટકા ઘટીને 1.20 કરોડ હતા તેમાં 83.66 કરોડની લેવડદેવડ થઈ હતી.
ડીજીટલ પેમેન્ટની સૌથી વધુ અસર ફાસ્ટેગ વ્યવહારો પર થઈ છે. મે માસમાં ફાસ્ટેગનાં 11.64 કરોડ વ્યવહાર થયા હતા. જે એપ્રિલ કરતાં 29 ટકા તથા માર્ચ કરતાં 39 ટકા ઓછા હતા. લોકડાઉન નિયંત્રણમાં પરિવહનમાં મોટો ઘટાડો થયાનો આ પુરાવો છે. રીઝર્વ બેન્કનાં આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં રોકડનું ચલણ 28.6 ખરાબ પર પહોંચી ગયુ છે. તે ગત વર્ષની સરખામણીએ 16.8 ટકા વધુ છે. કોરોના અનિશ્ર્ચિતતાથી લોકો રોકડ વધુ રાખી રહ્યા છે.