Site icon Revoi.in

કોરોનાકાળમાં લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યાંઃ AMCને રૂ. 64 કરોડની આવક ઓનલાઈન પેમેન્ટથી થઈ

Social Share

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડિજીટલ પેમેન્ટ અભિયાનનું લચણ વધ્યું છે. તેમજ સરકાર પણ કોરોનાની મહામારીમા લોકો વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન અમદાવાદમાં ચાલુ નાણાંકીય વર્ષમાં કોર્પોરેશને વિવિધ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. એએમસીમાં ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં લગભગ 16 ટકાનો વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં કેશલેસ- ઓનલાઈન પેમેન્ટ કરનારની સંખ્યામાં વધારો થયો છે. AMCને અત્યાર સુધીમાં કુલ રૂ.  355.48 કરોડની આવક થઈ છે અને તે પૈકી 18 ટકા પેમેન્ટ ઓનલાઈન થયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 63.90 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થયું છે. ગત નાણાંકીય વર્ષમાં એપ્રિલથી તા.11 જૂન સુધીમાં રૂ. 328.29 કરોડની પ્રોપર્ટી ટેક્સની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી તા. 11 જૂન સુધીમાં રૂ. 355.48 કરોડની આવક થઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે મ્યુનિ.ના સિવિક સેન્ટરો બંધ રખાયા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન શહેરીજનોએ ડેબીટકાર્ડ, ક્રેડિટ કાર્ડ, Paytm, વગેરે જેવા સ્વરૂપે ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધુ પસંદ કર્યું છે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા કેટલાંક પગલાં અંગે વિચારણા કરવામાં આવી રહી છે.