મૂળ ભારતના કેટલાક લોકો એવા છે જે દેશની બરાહ વિશ્વના 15 જેટસલા દેશોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આ તમામ લોકો ઉચ્ચ હોદ્દા પર રહીને દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજવી રહ્યા છે.
અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય મૂળના અંદાજે 200થી પણ વધુ લોકો 200 થી વધુ લોકો ઊંચા પડે ફરજ નિભાવી રહ્યા છે
ભારતના મૂળના લોકો દેશની બહાર નેતૃત્વ પદની જવાબદારી સંભાળી રહ્યા છે. આ 200 માંથી 60 લોકોએ વિવિધ દેશોના મંત્રીમંડળમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.વર્ષ ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીર્ડ્સ’ માં આ સમગ્ર માહિતી જારી કરવામાં આવી છે.
આ માહિતી પ્રમાણે ભારતીય મૂળના 200 થી વધુ લીડર વિશ્વના 15 દેશોમાંઉચ્ચ સ્થાન પર કાર્ય કરી રહ્યા છે, જેમાંથી 60 થી વધુ લોકો દેશોના મંત્રીમંડળમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે
‘ઇન્ડિયાસ્પોરા’ ના સ્થાપક, ઉદ્યોગપતિ અને રોકાણકાર એમ.આર. રંગસ્વામીના જણાવ્યા પ્રમાણે “આ વાત ખૂબ જ ગૌરવની વાત છે કે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી દેશની પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિમૂળ ભારતીય છે.” આ લીસ્ટમાં અમેરિકાના સાંસદ અમી બેરાનું નામ પણ સમાવેશ પામ્યું છે.
આ સાથે જ આ લીસ્ટમાં ટોચ પર રહેલા અમી બેરાએ પણ જણાવ્યું છે કે, વરેષ 2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ યાદીમાં સમાવેશ પામવું તેમના માટે ખૂબજ ગૌરવ લેવા જેવી વાત છે.હાલ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ ત્યારે પણ મૂળ ભારતીયને જોબાઈડેનની ટીમમાં કાર્ય કરવાની તક માટે પસંદગી કરાઈ છે.