દેશમાં 24 કલાકમાં કોરોનાના 3.6 લાખ કેસ સામે આવ્યા – સંક્રમણ દર 20 ટકાને પાર
- દેશમાં કોરોનાનો કહેર
- 24 કલાકમાં 3.6 લાખ કેસ નોંધાયા
- સંક્રમણ દર 20.75 ટકા નોંધાયો
દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોના મહામારીની ત્રીજી લહેર વચ્ચે ઝઝુમી રહ્યો છે, દેશમાં દૈનિક નોંધા.યા કેસનો આકંડો 3 લાખને પાર પહોચ્યો છે તો સાછે જ સંક્રમણ દર પણ વધીને 20,75 ટકાએ જોવા મળી રહ્યો છે.આ સાથે જ અનેક રાજ્યોમાં વધતા કેસને જોતા રાત્રી કર્ફ્યૂ સહીતના પ્રતિબંધો લાગૂ કરાય છે.
જો દેશમાં છેલ્લા છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 3 લાખ 6 હજાર 64 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જ એક સકારાત્મક બાબત એ પણ છે કે આ સમયગાળા દરમિયાન 2 લાખ 43 હજાર 495 લોકોએ કોરોનાને માત આપી છે અવે સ્વસ્થ્ય થયા છે.
બીજી તરફ ચિંતાની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસો સતત વદતા જઈ રહ્યો છે. હાલ દેશમાં 22 લાખ 49 હજાર 335 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળી રહ્યો છે.જે સંખ્યા કુલ કેસના સક્રિય કેસની 5.69 ટકા જોવા મળે છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 439 લોકોએ કોરોનામાં દમ તોડ્યો છે.