દિલ્હીઃ આર્ટિકલ 370 પરના તેમના મૌનને જાહેરમાં યોગ્ય ઠેરવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત કરી શકે છે. પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કરી છે, હવે તે તેને ફરીથી સ્થાપિત કરશે નહીં. હાલ જેવી પરિસ્થિતિ છે જેથી એવુ નથી લાગતું આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 300 બેઠક મળે,
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી પાસે 300 સાંસદો ક્યારે હશે? તેથી, કલમ 370 પુનઃસ્થાપિત કરવાનું વચન આપી શકતો નથી, કારણ કે અમારે 2024માં 300 બેઠકો ઉપર જીતવુ પડશે. ભગવાન અમારા 300 સાંસદો બનાવે, તો જ કંઈ પણ થઈ શકે છે. જો કે, અત્યારે મને દેખાતું નથી કે આવું થશે. તેથી કોઈ ખોટા વચનો નહીં આપીશ અને કલમ 370 વિશે વાત કરવાનું ટાળીશ.
હાલમાં કોંગ્રેસના સિનિયર નેતા પૂંચ અને રાજૌરીના પ્રવાસ પર છે, તેમણે તાજેતરમાં કાશ્મીરમાં કહ્યું હતું કે કલમ 370 વિશે વાત કરવી અપ્રસ્તુત છે. તેમણે કહ્યું કે તેમની મુખ્ય માંગણીઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવી અને વહેલી વિધાનસભા ચૂંટણી કરાવવાની છે. તેમના નિવેદનની નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ટીકા કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા જ આ મામલામાં હાર સ્વીકારી લીધી છે.
કોંગ્રેસના નેતા આઝાદે કહ્યું કે તેઓ કલમ 370 નાબૂદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સંસદમાં આ વિશે એકલો બોલી રહ્યો છું. કેન્દ્ર સરકારને બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર છે, પરંતુ તે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા દ્વારા થશે. પરંતુ સંસદ દ્વારા નહીં થાય.