પાકિસ્તાન આર્મીની નજરમાં ગરીબ પરિવારના યુવાનોના જીવની કિંમત માત્ર રૂ. 30 હજાર
નવી દિલ્હીઃ આતંકવાદ સામે લડવાનું નાટક કરતું પાકિસ્તાન ફરી એકવાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. નૌશેરા સેક્ટરમાંથી ઝડપાયેલા આતંકવાદીએ ફરી એકવાર પાકિસ્તાનના કાળા કૃત્યોનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન આર્મીના કર્નલે તેને રૂ. 30 હજાર આપીને ભારતમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટે મોકલ્યો હતો.
આતંકવાદી તબરકે પોતાના કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેની સાથે 4 થી 5 આતંકવાદીઓ હથિયારો સાથે આવ્યા હતા. કે તેના પિતાનું નામ મલિક અને તેઓ 6 ભાઈ-બહેન છે. તેણે પોતાના ગામનું નામ સબજાકોટ જણાવ્યું હતું. તેનું ગામ LoCથી 2 થી 3 કિમી દૂર છે. તેણે કહ્યું કે તેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેને અને તેના સહયોગીઓને ભારતમાં ભય ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા. ફિદાયીન આતંકવાદીએ જણાવ્યું કે, તેણે ભારત મોકલનારનું નામ ચૌધરી યુનુસ છે અને તે પાકિસ્તાની સેનામાં છે. આતંકવાદીએ ખુલાસો કર્યો હતો કે, તેને ઝાંગર બોર્ડર પર ભારતીય સૈન્ય ચોકી પર ફિદાયીન હુમલો કરવા માટે મોકલવામાં આવ્યો હતો. કેમેરાની સામે તબારક હુસૈનના દરેક શબ્દે પાકિસ્તાન અને તેની સેનાના આતંકવાદી ઈરાદાનો પર્દાફાશ કર્યો છે. ફિદાયીન આતંકીએ ઘણા વધુ ખુલાસા કર્યા છે.
પકડાયેલો આતંકવાદી સરહદ ઉપર તાર કાપીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ 21 ઓગસ્ટે તેની નૌશેરા સેક્ટરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીએ બાજવાની સેના અને આઈએસઆઈની આખી પોલ ખુલ્લી પાડી દીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈની શાળાઓમાં આતંકવાદના પાઠ ભણાવવામાં આવે છે.
પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે દરેક કામ માટે તેને દુનિયા સામે હાથ ફેલાવવો પડે છે. પાકિસ્તાન સરકાર ફંડ એકત્ર કરવા હાથ-પગ મારી રહ્યી છે. પરંતુ તમામ ઘરેલું મુસીબતો પછી પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી હટતું નથી. તેની સેના સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. પાક આર્મીના કર્નલના કહેવાથી તબારક હુસૈન ભારતમાં ઘુસ્યો હતો. આતંકવાદી તબાકરે કહ્યું કે, તેને હુમલો કરવા માટે 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ પહેલા તબારક હુસૈન 2016માં ભારત આવ્યો હતો.ત્યારબાદ તેણે ઘણી ભારતીય પોસ્ટની રેકી કરી હતી. રેકી કર્યા બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. અહીં તેને ISI દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ પછી તબારક તેના 5-6 સાથીઓ સાથે 21 ઓગસ્ટે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તેમને જોતા જ જોરદાર ગોળીબાર કર્યો હતો જેમાં તબારક હુસૈનને પગ અને ખભામાં ગોળી વાગી હતી, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેના સાથીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. હાલમાં તેની રાજૌરીમાં સારવાર ચાલી રહી છે.
ભારતીય સેનાએ દાવો કર્યો છે કે, પકડાયેલા આતંકવાદીનું નામ તબારક હુસૈન છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કોટલી જિલ્લાના સબજાકોટ વિસ્તારનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તબારક હુસૈને કબૂલાત કરી છે કે, તે ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટને નિશાન બનાવવા આવ્યો હતો. તબરકે સેનાને એ પણ જણાવ્યું કે, તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કર્નલ યુનુસ ચૌધરીએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા મોકલ્યો હતો અને તેને આ કામ માટે 30,000 આપવામાં આવ્યા હતા. તેણે સેનાને કહ્યું કે, તેની સાથે અન્ય બે આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હતી. તેમણે ભારત અને ફોરવર્ડ પોસ્ટની અનેકવાર રેકી કરી હતી.