એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાશે આમનેસામને સ્થળ ફાઈનલ કરાયું
દિલ્હીઃ- એશિયા કપને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,એશિયા કપ 2023ને લઈને અત્યારથી જ દર્શકોમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે મજાની ટક્કર જોવા મળવાની છે.
ઉલેલ્ખનીય છે કે આ વખતે પાકિસ્તાનને ટુર્નામેન્ટની યજમાની કરવા જઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટને 2 સ્થળોએ આ મેચ આયોજિત કરવામાં વ્યસ્ત છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની મનાઈ કરી દીધી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ આગામી થોડા દિવસોમાં સ્થળ અને ટૂર્નામેન્ટના સમયપત્રકને સીલ કરી શકે છે.
એક મીડિયા એહવાલ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપને હાઇબ્રિડ મોડલ પર કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત ટૂર્નામેન્ટની પ્રથમ 4 મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બાકીની મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
આ બાબતને લઈને એવી માહિતી સામે આવી રહી છે કે ટૂર્નામેન્ટ 2 તબક્કામાં યોજાનાર છે. પહેલો લેગ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બીજો લેગ દુબઈમાં રમાશે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે જો ટૂર્નામેન્ટનું આયોજન માત્ર તટસ્થ સ્થળો પર કરવામાં આવે તોજ અમારી ટીમ તેના ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે : વર્ષ 2022 એશિયા કપ દરમિયાન, ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત ટકરાયા હતા. પ્રથમ મેચમાં ભારત અને બીજી વખત પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતી હતી. હવે વર્ષ 2023 દરમિયાન યોજાનાર એશિયા કપમાં ફરી એકવાર બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો છે.