Site icon Revoi.in

અંતિમ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠક પર આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કો એનડીએ અને ભારત ગઠબંધન માટે છેલ્લો અને ભારે તબક્કો બનવા જઈ રહ્યો છે. સાતમા તબક્કામાં વારાણસીમાં પણ ચૂંટણી યોજાશે. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર સીટ પરથી અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીના ધમધમટા વચ્ચે આજે સાતમા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થશે અને 1લી જૂનના રોજ મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી છ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. સાતમા તબક્કાનું મતદાન પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તેને લઈને પણ ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. ભારત જ નહીં દુનિયાના અનેક દેશોની નજર પણ ચૂંટણીના પરિણામ ઉપર મંડાયેલી છે. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 370થી વધારે બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.