અયોધ્યાઃ અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ સહિત અનેક વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે પુરી દુનિયા ઉત્સાકા સાથે 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહી છે. અયોધ્યાવાસીઓમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું પણ ઉત્સાહીત છું. દેશના ઈતિહાસમાં 30મી ડિસેમ્બરની તારીખ મહત્વની રહી છે. આજના દિવસે 1934માં નેતાજી સુભાષચંદ્રજીએ અંડમાનમાં ઝંડો ફરકાવીને આઝાદીનો જયઘોષ કર્યો હતો. આજે વિકસિત ભારતને ગતિ આપવાના કાર્યને અયોધ્યાથી ઉર્જા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 22મી જાન્યુઆરી જ્યારે પ્રાણ-પ્રતિષ્ઠા ત્યારે સાંજે દેશમાં દિવાળીની જેમ દિવળાઓ પ્રગટાવવા માટે અપીલ કરી છે. 22મી જાન્યુઆરુ બાદ પોતાની ઈચ્છા અનુસાર અયોધ્યા દર્શન કરવા માટે તમામ દેશવાસીઓને અપીલ કરી હતી. અયોધ્યાનું ભવ્ય મંદિર આગામી સદીઓ સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં સુરક્ષાના કારણોસર નહીં આવવા માટે ભક્તોને અપીલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દુનિયાના કોઈ પણ દેશે વિકાસની ઉંચાઈ પર પહોંચવું હોય તો પોતાની વિરાસતને સંભાળવી જોઈએ. વિરાસત પ્રેરણા આપવાની સાથે નવી દિશા બતાવે છે. એક સમય હતો ત્યારે આ અયોધ્યામાં રામલલા ટેન્ટમાં બિરાજમાન હતા. આજે પાકુ ઘર માત્ર રામલલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને મળ્યાં છે. આજે ભારતમાં પોતાના તીર્થોને સમારી રહ્યું છે. તેમજ ડીજીટલ ટેકનોલોજીમાં છવાયેલું છે. દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે બે લાખ ટાંકી પણ બનાવી છે. આપણી પૌરાણીક મૂર્તિઓને પરત લાવવાનું કામ પણ સરકાર કરી રહી છે. આગામી દિવસોમાં અહીં વિરાસતની ભવ્યતા જોવા મળશે.
પ્રાચીનકાળમાં અયોધ્યાનગરી કેવી હતી તે ખુદ મહર્ષિ વાલ્મીજીએ કર્યો છે. વાલ્મીજીએ કહ્યું હતું કે, અયોધ્યા નગરી ધનધાન્યની સાથે સમૃદ્ધ અને આનંદ પણ હતો. અયોધ્યાનો વૈભવ શિખર ઉપર હતો. આગામી સમયમાં અયોધ્યાનગરી અવધ ક્ષેત્ર જ નહીં સમગ્ર ઉત્તરપ્રદેશના વિકાસને દિશા આપશે. રામજીનું ભવ્ય મંદિર બન્યા બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી સરકાર કરોડો રુપિયાના વિકાસ કાર્યો કરી રહી છે. અયોધ્યાને સમાર્ટ બનાવવામાં આવી રહી છે.
મહર્ષિ વાલ્મીકીજી રચિત રામાયણએ જ્ઞાનમાર્ગ છે જે ભગવાન શ્રી રામજી સાથે જોડે છે. આ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર સાથે જોડશે. આ એરપોર્ટ ઉપર દર વર્ષ 60 લાખ પ્રવાસીઓ આવન-જાવન કરી શકશે. રેલવે સ્ટેશનનો વિકાસ બાદ દરરોજ 60 હજાર લોકો આવન-જાવન કરી શકશે. અહીં અનેક પથોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરયૂજીના કિનારે નવા નવા ઘાટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાચીન કુંડોનો પણ વિકાસ કરાઈ રહ્યો છે. વિકાસના આ કાર્યોથી અયોધ્યામાં રોજગાર અને સ્વ-રોજગારની તકો ઉભી થશે. જેથી તમામની આવકમાં વધારો થશે. વંદેભારત અને નમો ભારત ઉપરાંત નવી ટ્રેન દેશને મળી છે. આ ટ્રેનને અમૃત ભારત રાખવામાં આવ્યું છે. આ ત્રિશક્તિ ભારતીય રેલવેની શક્તિમાં વધારો કરશે. આ અમૃતભારત ટ્રેન ગરીબ અને શ્રમિકોને મદદ કરશે. રામરચિત માનસમાં તુલસીદાસજીએ કહ્યું છે કે, બીજાની સેવા કરતા કોઈ મોટો ધર્મ નથી. જે લોકો પોતાના કામના કારણોસર લાંબા અંતરનો પ્રવાસ કરે છે, તેવા ગરીબો પણ આધુનિક સુવિધાના હકદાર છે. વિકાસ અને વિરાસતને જોડવામાં વંદેભારત એક્સપ્રેસ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આજે 34 રુટ ઉપર આ ટ્રેન દોડી રહી છે. આસ્થાના મોટા કેન્દ્રોને વંદેભારત જોડી રહી છે. આજે અયોધ્યાને પણ વંદેભારત ટ્રેન મળી છે.