Site icon Revoi.in

સર્વેઃ આવનારા સમયમાં મહિલાઓનો ઉદ્યોગમાં હશે દબદબો –  90 ટકા ઉદ્યોગો મહિલાઓ સંભાળશે

Social Share

દિલ્હીઃ-સામાન્ય રીતે આપણા સમાજને પુરુશ પ્રધાન સમાજ તરીકે જોવામાં આવે છે, જો કે બદલતા સમય સાથે બધુ બદલાયું છે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે,પહેલાના સમયમાં મહિલાઓ માત્ર મપલો ફૂંકતી જોવા ણળતી હતી જો કે હવે એવું રહ્યું નથી, મહિલાઓ પોતાના પરિવાર સહીતની જવાબદારીઓ પગભર થઈને ઉઠાવી રહી છે,

હવે મહિલાઓ પુરુષ સમાવડી બની છે, ગામડાઓમાં મહિલાઓ ઉદ્યોગ સ્થાપિત કરીને બીજી મહિલાઓને રોજગારી આપી રહી છે,આવનારા પાંચ વર્ષમાં જો આમ જ રહેશે તો સમગ્ર ઉદ્યોગ જગત મહિલાોના હાથે સંભાળતા આપણાને જોવા મળી શકે છે, એક સંશોધન પ્રમાણે આવનારા 5 વર્ષમાં  બધુ સારૂ ચાલશે તો 90 ટકાથી વધુ ધંધા રોજગાર મહિલા સંભાળતી જોવા મળશે.

એક સર્વે પ્રમાણે  અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતી મહિલાઓમાંથી 80 ટકાથી પણ વધારે મહિલાઓમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવેલું જોવા મળ્યું છે, મહિલાઓ હવે આર્થિક  રીતે સધ્ધર બનતી જોવા મળે છે.

એક સર્વે મુજબ જણાવાયું છે કે, આગામી પાંચ વર્ષમાં 90 ટકાથી વધુ ધંધા-રોજગાર મહિલાઓના હાથમાં હશે.મહિલાઓને ઉદ્યોગોમાં આગળ આવવા માટે સરકાર તરફથી પણ મોટૂ  પ્રોસ્તાહન આપવામાં  આવ્યું છે, અનેક નાની મોટી લોન આપવામાં આવે છે જેથી મહિલાઓ આગળ નવું સાહસ કરી શકે છે.

હેડલગ્યુ ફાઉન્ડેશન દ્વારા 13 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓનો ઉદ્યોગમાં દબદબો જોવા મળ્યો છે, 3 હજાર 300 થી વધુ મહિલાઓ મહિલા દ્રારા ચાલતા ઉદ્યોગોની જૂદી જૂદી ત્રણ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

ત્રણ શ્રેણીઓમાં કરવામાં આવેલા વર્ગીકરણમાં ઉત્પાદન, છુટક વેંચાણ, સર્વિસ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.આ સર્વેમાં 1 હજાર 235 મહિલા વ્યવસાયોનો સમાવેશ કરાયો હતો, આ સાથે જ મહિલાઓના વ્યવસાયિક વિકાસમાં કુટુંબના સભ્યો, કામદારો અને વર્કરોના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે 20 સામાજીક સંસ્થાઓ અને અનેક લોકો દ્રારા સકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યા હતા.

આ વર્વે પ્રમાણે વિવિધ સરકારી યોજના અને સમાજની બદલતી જતી નીતિ-રીતિ મહિલા વ્યવસાયકોરોને આગળ આવવા ખૂબ જ મદદરૂપ થાઈ રહી છે. 11 ટકા મહિલાઓને તચો રકારી યોજનાઓ વિશે માહિતી જ નથી તેવું જાણવા મળ્યું છે, છત્તા પણ મહિલાઓ ઉદ્યોગ કરવા આગળ આવી રહી છે, જો મોટો ભાગે તેઓને સરકારની દરેક યોજનાઓથી માહિતી ગાર કરવામાં આવે તો ાવનારા 5 વર્ષમાં મહિલાઓ ઉદ્યોગમાં આગળ આવશે

સાહિન-