દિલ્હી – શિયાળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી એ મજા મૂકી છે ઉત્તર ભારતમાં ધીમે ધીમે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોમવારની સરખામણીએ આજરોજ મંગળવાર એ કડકડતી ઠંડીમાં વધારો થયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે,
આ વર્ષે શિયાળાની સિઝનમાં પ્રથમ વખત તાપમાન 6.5 ડિગ્રીએ પહોંચ્યું છે. એક તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
ખાસ કરી ને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પારો નીચે ગયો છે. આ રાજ્યોમાં લોકો કંપારી અનુભવી રહ્યા છે. અહીં તાપમાન 6 ડિગ્રીથી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે.
શિયાળાની સાથે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આવી સ્થિતિમાં, જો તમે કાર દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો સાવચેત રહો અને સુરક્ષિત રહો.
આ સાથે જ આગામી 5 દિવસ સુધી કોઈ ખાસ હવામાન રહેશે નહીં IMD અનુસાર, દેશના મોટાભાગના ભાગોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાશે. સવાર-સાંજ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થશે.
આજરોજ મંગળવારે સવારે હળવું ધુમ્મસ અને દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. જો દિલ્હી એનસીઆરની વાત કરીએ તો અહીં ધુમ્મસના પડ સાથે પ્રદૂષણનું સ્તર ઊંચું હશે.