Site icon Revoi.in

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો બિનહરિફ બન્યા

Social Share

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રસાકસીભરી બનશે તેમ લાગતું હતું. કારણ કે વિવિધ હોદ્દા માટે ઘણાબધા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. શનિવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 9 ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચી લેતા તમામ કેટેગરીના ઉમેદવારો બિનહરીફ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં સૌથી વધારે ફોર્મ જનરલ કેટેગરી લોકલ માટે આવ્યા હતા પરંતુ તેમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો બિનહરીફ થઈ હતી. જનરલમાં જૈનિક વકીલ અને જીગીશ શાહની પણ બિન હરીફ નિમણૂક થઇ હતી. કોરોનાના કેસ ઘટતાં ચેમ્બરમાં ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હતી.

બિઝનેસ એસોસિએશન લોકલની બે સીટ ઉપર રીલીફ રોડ ઈલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી, જીડીએમએના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખ તેમજ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના શૈલેષ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ એક માત્ર કેટેગરી માટે ચૂંટણી થાય તેવી શકયતા છે. હજી પણ આ કેટેગરીના ઉમેદવાર મેઘરાજ ડોડવાણીને ફોર્મ પરત લેવા સમજાવાઈ રહ્યા છે.