દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વચ્ચે અન્ન સંકટનો સામનો કરતા ચીને પોતાના દેશની જનતાનું ભેટ ભરવા માટે ભારત ઉપર નિર્ભર બન્યું છે. સપ્લાટ ઓછી હોવાથી તથા ભારતમાં સસ્તા ચોખા મળતા હોવાથી ચીને ભારતમાંથી ચોખાની આયાત માટે કવાયત શરૂ કરી છે. 30 વર્ષમાં પહેલીવાલ ચીન ભારત પાસેથી ચોખાની આયાત કરી રહ્યું છે.
દુનિયામાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન ભારતમાં થાય છે. બીજી તરફ ચીન સૌથી વધારે ચોખાની આયાત કરે છે. એક અંદાજ અનુસાર ચીન દર વર્ષે લગભગ 40 લાખ ટન ચોખાની આયાત કરે છે. પરંતુ ચોખાની ક્લોલિટીને કારણે ચીન ભારતમાંથી ચોખાની આયાત કરતું નથી. જો કે, અન્ન સંકટમાં ઘેરાયેલા ચીને ભારતમાંથી ચોખાની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતને લગભગ 1 લાખ ટન ચોખાનો આયાતનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેનો ભાવ એક ટનનના 300 જેટલો ડોલર હોવાનું જાણવા મળે છે. ચીન દર વર્ષે થાઈલેન્ડ, વિયતનામ, મ્યાનમાર અને પાકિસ્તામાંથી ચોખાની આયાત કરે છે. જો કે, આ દેશોમાં ચોખાનો પુરતો જથ્થો નહીં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ભારતના ચોખાની કિંમત પણ ઓછી છે. જેથી ચીન ભારત પાસેથી ચોખાની ખરીદી કરી રહ્યું હોવાનું વેપારીઓ માની રહ્યાં છે.