પાલનપુરઃ લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મે મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમો યોજાશે જેમાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠોકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં વ્યવહાર કર્યા સિવાય કોઈ કામ થતું નથી, પહેલા ટેબલ નીચેથી વ્યવહાર લેવાતો હવે તો ઉપરથી માગીને લેવાય છે. ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જનમંચ કાર્યક્રમનો પ્રારંભ તા.1લી મેથી કરાયો છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, તથા વિપક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી જન મંચ કાર્યક્રમનો પ્રારંભ કરાયા હતો. આગામી દિવસોમાં સપ્તાહમાં બે વખત જન મંચ કાર્યક્રમ અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં યોજાશે અને રાજ્યના લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરાવશે.
પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલા જનમચ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તાલુકાથી જિલ્લા લેવલ સુધી રજૂઆત કરવા છતાં લોકોના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા હોય એવા તમામ પ્રશ્નોનો કોંગ્રેસ દ્વારા નિરાકરણ લવાશે. પાલનપુરમાં યોજાયેલા જનમંચના કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોએ લોકોના પ્રશ્નોને સાંભળી તેમાંથી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે હવે તો વહેવાર કર્યા સિવાય કોઈ કામ થતું નથી. પહેલા એવું કહેવાતું કે ટેબલ નીચે વહેવાર થાય છે, હવે તો ટેબલની ઉપર માંગીને વહેવાર થાય છે. પહેલા અધિકારીઓ ડરતા હતા કે લાંચ ન લેવાય કોઈને ધક્કો ન ખવડાવાય પણ આ સરકાર એને સામાન્ય લોકોની ચિંતા નથી એટલે અત્યારે સરકારનું રાજ ચાલે છે એના કરતાં અધિકારીઓનું રાજ ચાલે છે દિવસે જેટલો સરકારમાં બેઠેલા ભ્રષ્ટાચાર કરે છે એનાથી બમણો ભ્રષ્ટાચાર આ નીચે વહીવટમાં બેઠેલા લોકો કરી રહ્યા છે.