છેલ્લા 24 કલાકમાં 12 હજાર જેટલા કેસો સામે આવ્યાઃ 555 લોકોના મોત
- 24 કલાકમાં કોરોનાના 12 હજાર નવા કેસ સામે આવ્યા
- 555 લોકોના કોરોનાના કારણે થયા મોત
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં દિવાળી બાદ જાણે કોરોનાનો આંકડો દિવસને દિવસે ઘીમી ગતિેએ વધતો હોય તેમ જોવા મળી રહ્યું છે, દેશના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત કોરોનાના કેસો આવી રહ્યા છે વિતેલા દિવસે પશ્વિમ બંગાળમાં જ 800 કેસ નોંધાયા હતા, આ સહિત અનેક રાજ્યોમાં છુટા છૂટા કેસો સામે આવી રહ્યા છે જેણે ફરી એક વખત ચિંતાનો માહોલ ઉત્પન્ન કર્યો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ભારતમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયેલો જોવા મળ્યો છે જો કે કેસ તો નોંધાઈ જ રહ્યા છે તે વાત નકારી શકાય નહી, આ સાથે જ કોરોનાનો મૃત્યુઆંક હજુ પણ ડરામણો જોવા મળી રહ્યો છે.
ભારતમાં આજે એટલે કે શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11 હજાર 850 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 555 લોકોના મોત પણ થયા છે. સૌથી મોટી રાહત એ છે કે એક્ટિવ કેસ 274 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા 13 લાખ 63 હજાર જેટલી જોવા મળે છે.