1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો 68 હજારથી વધુ
દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો 68 હજારથી વધુ

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો 68 હજારથી વધુ

0
Social Share
  • છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
  • સક્રિય કેસો 68 હજારને પાર

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ  જોવા મળી રહી  છે. આ સાથે જ એક વખતે જે કેસની સંખ્યા 2 હજારથી 3 હજારની વચ્ચે રહેતી હતી તે વધીને હવે   12 હજારને પાર થઈ ચૂકી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 12 હજાર 847 નવા કેસ નોંધાયા છે અને  સાથે 14 દર્દીઓના કોરોનામાં મોત નોંધાયો છે.સતત વધતા કેસોએ હવે કોરોનાની ચોથી લહેરની ચિંતા વધારી છે જો કે સારી વાત એ છે કે મોટા ભાગે રસીકરણ કરવામાં આવ્યું છે જેની અસર સારી વર્તાઈ રહી છે.

આ સમયગાળા દરમિયાન 14 લોકોના મોત થયા છે. નવા કેસો ઉપરાંત સંક્રણનો દર એટલે કે પોઝીટીવીટી રેટ અને એક્ટિવ કેસ પણ વધતા જ જઈ  રહ્યા છે.

સરકારી ડેટા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 63 હજાર 063 થઈ ગઈ છે. બીજી તરફ કુલ કેસની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો 4 કરોડ 32 લાખ 70 હજાર 577 પર પહોંચી ગયો છે.

આ ઉપરાંત, કોરોના સમયગાળાની શરૂઆતથી, દેશમાં આ વાયરસના કારણે 5 લાખ 24 હજાર 817 લોકોના મોત થયા છે. તે જ સમયે, ભારતમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,84,03,471 રસીકરણ થયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code