- છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
- સક્રિય કેસો 68 હજારને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ જોવા મળી રહી છે. આ સાથે જ એક વખતે જે કેસની સંખ્યા 2 હજારથી 3 હજારની વચ્ચે રહેતી હતી તે વધીને હવે 12 હજારને પાર થઈ ચૂકી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 12 હજાર 847 નવા કેસ નોંધાયા છે અને સાથે 14 દર્દીઓના કોરોનામાં મોત નોંધાયો છે.સતત વધતા કેસોએ હવે કોરોનાની ચોથી લહેરની ચિંતા વધારી છે જો કે સારી વાત એ છે કે મોટા ભાગે રસીકરણ કરવામાં આવ્યું છે જેની અસર સારી વર્તાઈ રહી છે.
આ સમયગાળા દરમિયાન 14 લોકોના મોત થયા છે. નવા કેસો ઉપરાંત સંક્રણનો દર એટલે કે પોઝીટીવીટી રેટ અને એક્ટિવ કેસ પણ વધતા જ જઈ રહ્યા છે.
સરકારી ડેટા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 63 હજાર 063 થઈ ગઈ છે. બીજી તરફ કુલ કેસની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો 4 કરોડ 32 લાખ 70 હજાર 577 પર પહોંચી ગયો છે.
આ ઉપરાંત, કોરોના સમયગાળાની શરૂઆતથી, દેશમાં આ વાયરસના કારણે 5 લાખ 24 હજાર 817 લોકોના મોત થયા છે. તે જ સમયે, ભારતમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,84,03,471 રસીકરણ થયું છે.