Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,338 નવા કેસો, એક્ટિવ કેસની સંખ્યા 18 હજાર પર પહોંચી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં દરરોજ વધઘટ નોધાઈ રહી છે,જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 2 હજાર 338 નવા કેસ નોંધાયા છે, બીજી તરફ વિતેલા દિવસે 2,706 નવા કેસ નોંધાયા હતા. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથએ જ સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 19 લોકોના મોત થયા છે.

જો સાજા થવાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2 હજાર 134 લોકો એ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે. તે જ સમયે, કોરોનાના સક્રિય કેસ હવે 18 હજાર આસપાસ પહોંચ્યા છે.સક્રિય કેસની વાત કરીએ તો 17 હજાર 883 જોવા મળે છે.

હવે ભારતમાં કોરોનામાંથી કુલ રિકવરી 4,26,15,574 પર પહોંચી ગઈ છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે, દેશભરમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,31,58,087 પર પહોંચી ગઈ છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં 3,63,883 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે બાદ કોરોના ટેસ્ટની કુલ સંખ્યા વધીને 85.04 કરોડ થઈ ગઈ છે.