- છેલ્લા 24 કલાકમાં 2,845 નવા કેસ નોંધાયા
- એક્ટિવ કેસ 18 હજારને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તો નબળી પડી ચૂકી છે છત્તા પણ કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 8 દિવસથી સતત કોરોનાના કેસો 2 હજદારને પાર નોંધ્ાઈ રહ્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 24 કલાકમાં ભારતમાં 2 હજાર 745 નવા કોરોનાના કેસ નોંધાયા છે.કોરોનાના કારણે 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે.આ સાથે જ હવે કોરોનાનો સંક્રમણ દર 0.04 ટકા નોંધાયો છે, જ્યારે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકા જોવા મળે છે
જો કોરોનાથી સાજા થયેલા દર્દીઓની વાત કરવામાં આવે તો આ સયગાળા દરમિયાન 2 હજાર 236 કોરોનાથી સાજા થયા હતા. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 4 કરોડ 31 લાખ 60 હજારને વટાવી ગઈ છે.આ સાથએ જ હવે એક્ટિવ કેસની સંખ્યા 18 હજાર આસપાસ જોવા મળે છે. કુલ સક્રિય કેસ વધીને 17 હજાર 800 થયા છે.