Site icon Revoi.in

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 81 હજારથી પણ વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં જાણે કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે, દેશમાં કોરોના ચરમસીમાએ પહોંચતો જોઈ શકાય છે. રોજે રોજ આવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 81 હજારથી વધુ કેસો નોંધાયા છે. તે જ સમય દરમિયાન કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. શુક્રવારે 469 કોરોનાના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 81,466 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે, તે જ સમય દરમિયાન 469 દર્દીઓ કોરોનામાં જીવ ગુમાવ્યા છે ગુરુવારના રોજ સામે આવેલા દર્દીઓની સરખામણીમાં આજ રોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં 9 હજાર દર્દીઓનો વધારો થયો છે.

આરોગ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 81 હજાર 466 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે દેશમાં હવે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1, કરોડ 3 લાખ 3 હજાર 131 થઈ ચૂકી છે. તે જ સમયે, કોવિડમાં મૃત્ય પામનારની સંખ્યા પણ 1, લાખ 63 હજાર 396 પર પહોંચી ગઈ છે. આ સિવાય દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં કોકોરાનામાંથી 50 હજાર 356 દર્દીઓ સ્વસ્થ થયા છે,તેની સામે 81 હજારથી વધુ દર્દીઓ સંક્રમિત થયા હતાંછેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં હાલ 6 લાખ 14 હજારથઈ પણ વધુ લોકો હોસ્પિટલમાંમ સારવાર લઈ રહ્યા છે, તે સાથે અત્યાર સુધી 1 કરોડ 15 લાખ 25 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો બીજી તરફ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન પણ તેજ બન્યું છે.

સાહિન-