અમેરિકામાં સ્કુલ ખુલતા જ કોરોના વકર્યો – છેલ્લા અઠવાડિયા દરમિયાન 1.41 લાખ કેસ નોંધાયા, સૌથી વધુ બાળકો થઈ રહ્યા છે સંક્રમિત
- અમેરિકામાં કોરોના બેકાબૂ
- બાળકો સંક્રમિત થવાની સંખ્યા વધી
- છેલ્લા અઠવાડિયામાં 1.41 લાખ કેસ નોંધાયા
દિલ્હી- સમગ્ર વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છએ ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાના કેસો બેકાબૂ બનતા જોવા મળી રહ્યા છે.કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં આ વાયરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ વિશ્વ માટે જોખમ સમાન સાબિત થઈ શકે છે.
આ સમગ્ર મામલે અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના રિપોર્ટ પ્રમાણે ગયા સપ્તાહે 11 થી 18 નવેમ્બરની વચ્ચે, 1 લાખ 41 હજાર 905 બાળકો સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.
રિપોર્ટના આંકડાઓ દર્શાવે છે કે યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા સંક્રમણમાં ત્રીજાભાગના કેસો બાળકો સાથે સંબંધિત છે. અમેરિકા બાળકોની વસ્તી 22 ટકા છે. ત્રણ ટકાથી પણ ઓછા બાળકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે, આ હિસાબે 68 લાખથી વધુ બાળકો સંક્રમણથી પ્રભાવિત થયા છે.
આ સાથે જ સંક્રમણના કારણે બાળકોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. અમેરિકાના છ રાજ્યોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે. હળવાશથી બીમાર થવું. આનું કારણ એ છે કે બાળકોને સમયાંતરે ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોક્સ અને હેપેટાઇટિસ માટે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.