- ભારત સતત વિકાસના લક્ષયમાં 120ના સ્થાને
- પાડેશી દેશો કરતા પણ ભારત પાછળ રહ્યું
દિલ્હી – ભારત સતત વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવાની બાબતે પછડાયું છે.સંયુક્ત રાષ્ટ્રના 192 દેશો દ્રારા સતત વિકાસના લક્ષયોને પ્રાપ્ત કરવાનો એજન્ડા 2030 અપનાવ્યા બાદ ભારત વિતેલા વર્ષની તુલનામાં આ યાદીમાં ત્રણ સ્થાન પાછળ ખસીને 120મા સ્થાને આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 માં ઠરાવ અપનાવવામાં આવ્યો હતો, તેની તાજેતરની રેન્કિંગ પ્રમાણે, ભારત પાડોશી દેશ પાકિસ્તાન તે જેનો 129મો રેન્ક સિવાય તેના તમામ પડોશીઓથી પાછળ જોવા મળે છે.
આ જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શ્રેષ્ઠ જીવનના મુદ્દાઓ પર પણ ભારતે ખરાબ પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે, ભારત ભૂખમરાને સમાપ્ત કરવા, ખાદ્ય સુરક્ષા, લિંગ સમાનતા, સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધાઓ, સમાવિષ્ટ અને ટકાઉ ઔદ્યોગિકીકરણ હાંસલ કરવાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું, આ બાબતે અહેવાલમાં જણાવાય છે.
આ સાથે જ ઘરતી પર શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત કરવા માટે 2015 માં યુનાઇટેડ નેશન્સનાં સભ્ય દેશો દ્વારા 2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટને અપનાવવામાં આવ્યો હતો. વૈશ્વિક ભાગીદારી દ્વારા આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, ટકાઉ વિકાસના 17 લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે.
જારી કરાયેલા આ રિપોર્ટ અનુસાર, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારત દક્ષિણ એશિયાના તમામ દેશોથી પાછળ રહ્યું છે. આ યાદીમાં ભૂટાન 75માં, શ્રીલંકા 87માં, નેપાળ 96માં અને બાંગ્લાદેશ 109માં ક્રમે છે. ભારતનો એકંદરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સ્કોર 100 માંથી 66 છે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે મંગળવારે જાહેર કરેલા ભારતના પર્યાવરણ રિપોર્ટ 2022 અનુસાર, દેશની રેન્કિંગમાં ઘટાડાનું મુખ્ય કારણ ભૂખમરો, સારા સ્વાસ્થ્ય, સુખ, લિંગ સમાનતાના પડકારો છે.