Site icon Revoi.in

દિલ્હીમાં લોકડાઉન – 30 મિનિટના અંતરે 50 લોકોની ક્ષમતાથી ચાલશે મેટ્રો, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઈને બસો દોડાવાશે

Social Share

દિલ્હીઃ-દિલ્હીમાં વધતા જતા  કોરોનાના કેસોને  ધ્યાનમાં લઈને લોકડાઉન લગાવવામાં આવ્યું છે,આ સમયદરમિયાન દિલ્હી મેટ્રો ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ મુસાફરીની સુવિધા આપશે. એવા લોકો મેટ્રોમાં પ્રવાસ કરી શકશે કે જેઓને લોકડાઉન વખતે આવન જાવન માટે પરવાનગહી આપવામાં આવી છે, પોતાની આઈડી બતાવ્યા બાદ જ આ લોકો મેટ્રોમાં યાત્રા કરી શકશે.

લોકડાઉનમાં દિલ્હી મેટ્રોએ નિર્ણય લીધો છે કે, લોકડાઉનમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી અને સાંજે 7 થી 7 વાગ્યા સુધી મેટ્રોની ફિકવન્સિ 30 30 મિનિટની રાખવામાં આવશે, આ સાથે જ સમગ્ર દિવસ દરમિયાન મેટ્રો એક એક કલાકના અંતર પર દોડાવવામાં આવશે આ સાથે જ 50 ટકાની ક્ષમતા સાતે ટ્રેનનું સંચાલન કરાશે., કોઈ પણ યાત્રીઓ ટ્રેનમાં ઊભા રહીને મુસાફરી કરી શકશે નહી.

આ સમગ્ર બાબે ડીટીસીનું કહેવું છે કે હાલમાં બસોની સંખ્યા ઘટાડવા જેવા કોઈ આદેશ મળ્યા  નથી. તેમ છતાં, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઈને બસો રસ્તાઓ પર દોડાવાશે,  જે રૂટ પર વધુ મુસાફરો હશે તેના માટે સેવાઓ સામાન્ય રહેશે. જ્યારે સામાન્ય રીતે મુસાફરો ન હોય તેવા રૂટ પર બસની સંખ્યા ઓછી કરવામાં આવશે. તે જ સમયે, 50 ટકા ક્ષમતા સાથે મુસાફરો બસમાં સવાર થઈ શકશે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોની મુસાફરીમાં  કોઈ પણ મુશ્કેલી સર્જાવી જોઈએ નહી

જો કે લોકડાઉન દરમિયાન ઓટો, ફીડર સહિતના અન્ય પરિવહનના માર્ગ બંધ કરાયા નથી, મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ઓટો અને ઇ-રિક્ષા, ટેક્સી, કેબ્સ, ગ્રામીણ સેવાઓ અને ઝડપી સેવા પર બે મુસાફરો વારી કરી શકશે. બીજી બાજુ, મેક્સી કેબ પર પાંચ અને આરટીવી પર 11 બેઠકોની મંજૂરી આપવામાં આવશે. ફક્ત તે જ મુસાફરો સવાર થઈ શકે કે, જેમની પાસે કાં તો માન્ય આઈકાર્ડ છે અથવા ઇ-પાસ લીધો છે. જો તેમ ન થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.

સાહિન-