જામનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂ ઉત્પાદન થયું હતું. અને રવિપાકનું વાવેતરમાં વધારો થયો છે. જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળી વેચવા માટે ખેડૂતો રીતસરની પડાપડી કરી રહ્યા છે. જેમાં કાલાવડ APMCમાં પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ જણસી વેચવા વાહનોની લાંબી કતારો લગાવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી વેચવા આવી રહ્યા છે. APMCથી શીતળા માતાના મંદિર સુધી 2 કિમી સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળે છે. બીજીતરફ ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે APMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સારા ભાવ મળતા હોવાના પગલે અહીં પાક વેચવા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે કમોકમી વરસાદ કારણે અજમાની આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ ખેડૂતોને અજમાના પોષણક્ષમ ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં અત્યારે દૈનિક 2 હજાર જેટલી અજમાના ગુણીની આવક થઈ રહી છે. અજમાના એક મણનો ભાવ 2 હજારથી 5 હજાર સુધી બોલાતા ખેડૂતોમાં ખુશ જોવા મળી રહી છે..
માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ APMCમાં પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ જણસી વેચવા વાહનોની લાંબી કતારો લગાવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી વેચવા આવી રહ્યા છે. APMCથી શીતળા માતાના મંદિર સુધી 2 કિમી સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળે છે. હાપા માર્કેટ યાર્ડમાં અજમાની ધૂમ ખરીદી થઈ રહી છે. અજમાનો કલર અને ગુણવત્તા સારી હોવાથી દેશ અને વિદેશમાં માગ રહે છે, અને કોરોના કારણે તેનો ઔષધી તરીકે ઉપયોગ થતો હોવાથી તેની માગમાં વધારો થયો છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાંથી વેપારીઓ અજમાની ખરીદી કરવા માટે યાર્ડમાં આવે છે. તો અન્ય રાજ્યોના ખેડૂતો પણ હરાજી માટે હાપા માર્કેટ યાર્ડમાં આવી છે. (file photo)