Site icon Revoi.in

કારની ખરીદી મામલે લોકો માઈલેજને બદલે હવે સેફ્ટીને વધારે મહત્વ આપતા થયાં

Social Share

કાર ખરીદનારાઓમાં વાહનોની સુવિધાઓ પસંદ કરવા મામલે લોકોના અભિપ્રાય બદલાયા છે. હવે લોકોને બદલે સુરક્ષાને વધારે મહત્વ આપી રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર, કાર ખરીદતી વખતે ઈંધણ કાર્યક્ષમતા માપન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કાર સલામતી સુવિધાઓ માટે ગ્રાહકોની મજબૂત પસંદગી છે અને 10 માંથી 9 ગ્રાહકો માને છે કે ભારતમાં તમામ કારને સલામતી રેટિંગ હોવું જોઈએ.

સર્વેમાં સામેલ લોકોનું કહેવું છે કે, વાહન ખરીદવાનો તેમનો નિર્ણય સેફ્ટી રેટિંગ અને વાહનમાં એર બેગની સંખ્યા પર આધાર રાખે છે. કાર ખરીદતી વખતે ગ્રાહકનો નિર્ણય સૌથી વધુ કાર ક્રેશ રેટિંગ પર નિર્ભર કરે છે. સર્વેક્ષણમાં 22.3 ટકા ગ્રાહકોએ તેને પસંદ કર્યું, જ્યારે 21.6 ટકાએ એરબેગ્સની સંખ્યા પસંદ કરી હતી. જ્યારે કારના ક્રેશ રેટિંગની વાત આવે છે, ત્યારે 22.2 ટકા ગ્રાહકોએ 5-સ્ટાર રેટિંગ પસંદ કર્યું હતું, જ્યારે 21.3 ટકા ગ્રાહકોએ 4-સ્ટાર રેટિંગ પસંદ કર્યું હતું.

સર્વેક્ષણ મુજબ, 6.8 ટકા ગ્રાહકો દ્વારા શૂન્ય ક્રેશ રેટિંગ સૌથી ઓછું પસંદ કરવામાં આવ્યું હતું. વાહન ખરીદતી વખતે 15 ટકા ગ્રાહકો સાથે માઇલેજ ત્રીજું સૌથી મહત્ત્વનું પરિબળ હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 67 ટકા ઉત્તરદાતાઓ પહેલેથી જ કારના માલિક છે, જેની કિંમત રૂ. પાંચ લાખથી વધુ છે. લગભગ 33 ટકા ઉત્તરદાતાઓ પાસે કાર નથી પરંતુ તેઓ એક વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુની કાર ખરીદવા માંગે છે.

આ સર્વે ભારતના 10 રાજ્યોમાં 1000 લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ/તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ભારત સરકાર અને અન્ય નિયમનકારો દ્વારા સલામતી પર આતુર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહકોમાં કારમાં સલામતીની ધારણાનું મૂલ્યાંકન કરવા માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં એવા લક્ષણોને ટ્રૅક કરવામાં આવ્યા હતા જે ગ્રાહકની પસંદગીને સૌથી વધુ પ્રભાવિત કરે છે.