દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતો દેશ છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ રાકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણએ ભારત રાજ્યઘોરી માર્ગ મામલે કેટલો આગળ વધ્યો છે તે જાણકારી આપી હતી.
વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ લગભગ 59 ટકા સુધી વધારઈ છે. આ સાથે રોડ નેટવર્કના મામલે ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે વર્ષ 2013 થી લઈને 2014માં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 91 હજાર 287 કિલો મીટર હતી જે 2022-23માં વધીને 1 લાખ 45 હજાર 240 કિલો મીટર થઈ ગઈ છે.
આટલા સમાન સમયગાળા દરમિયાન આ લંબાઈમાં 59 ટકાથી વધુનો વધારો થયો છે. નેશનલ-હાઈવેની લંબાઈ હવે 44,654 કિ.મી છે કે 2013-14માં ફોર લેન નેશનલ હાઈવેની આ લંબાઈ 18,371 કિમી હતી જે છેલ્લા 9 વર્ષમાં વધીને 44,654 કિમી થઈ ગઈ છે.
એટલે કે આ માર્ગોના મામલામાં હવે ચીનને પછાડીને ભારત બીજા સ્થાને આવ્યું છએ જ્યારે અમેરિકા પ્રથમ સ્થાન પર છે.અમેરિકામાં 68 લાખ ત્રણ હજાર 479 કિલોમીટર લાંબા રસ્તાઓ નાખવામાં આવ્યા છે. ભારતમાં 63 લાખ 72 હજાર 613 કિલોમીટરનું રોડ નેટવર્ક છે. જ્યારે ચીન પાસે માત્ર 51 લાખ 98 હજાર કિલોમીટરનું રોડ નેટવર્ક છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ફાસ્ટેગની રજૂઆત બાદ ટોલ વસૂલાતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે ટોલમાંથી રેવન્યુ કલેક્શન 2013-14માં રૂપિયા 4,700 કરોડથી વધીને 2022-23માં રૂપિયા 41,342 કરોડ થયું છે. નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં ટોલ રેવન્યુ કલેક્શનમાં 1,30,000 કરોડ સુધી પહોંચવાનું છે.