Site icon Revoi.in

આતંકવાદ અને કટ્ટરવાદ મામલે ડો. એસ.જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધું

Social Share

નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એક.જયશંકર પાકિસ્તાન પહોંચ્યાં હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “SCO CHG બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર તેમજ આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલના સરકારના વડાઓની 23મી બેઠકને સંબોધિત કરી હતી.

એસસીઓ શિખર સંમેલનમાં એસ.જયશંકરએ પાકિસ્તાનને આતંકવાદ અને અલગાવવાદ મામલે આડેહાથ લીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદથી બચવું જોઈએ. સારા સંબંધ માટે ભરોસો જરુરી છે. તમામની સંપ્રભુતાનું સમ્માન કરવુ જરુરી છે. SCO સમિટને સંબોધતા, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, “આબોહવા, સપ્લાય ચેઇન, નાણાકીય અસ્થિરતા સહિત વિકાસને અસર કરતા ઘણા અવરોધો છે.”

તેમણે વધુમાં કહ્યું કે, એસસીઓનું સૌથી પહેલુ લક્ષ્ય આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાનું છે અને આ વર્તમાન સમયમાં ખુબ જ મહત્વપૂર્ણ થઈ ગયું છે.એસસીઓએ આ ત્રણ બુરાઈનો સામનો કરવાનો દ્રઢ સંકલ્પ લેવો પડશે.

પાકિસ્તાન પહોંચેલા એસ.જયશંકરનું ઈસ્લામાબાદમાં એસસીઓ શિખર સમ્મેલનના આયોજન સ્થળ ઉપર વડાપ્રધાન શહબાજ શરીફે સ્વાગત કર્યું હતું. તેમણે હાલના મુદ્દાઓના સમાધાન માટે એસસીઓ સભ્યો દેશો વચ્ચે સહયોગ ઉપર ભાર મુક્યો હતો. તેમણે ક્ષેત્રમાં સ્થિરતા અને વિકાસને વધારવા માટે ભારતના સમર્પણની વાત ઉચ્ચારી હતી.