Site icon Revoi.in

દિલ્હીમાં ડેન્ગ્યુ વચ્ચે હવે નવી મુસીબત- પ્રદુષણને કારણે લોકોમાં સુકી ખાસીનું પ્રમાણ વધ્યું

Social Share

 

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે જેને લઈને લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે હવે આવી સ્થિતિમાં આ પ્રદુષણની અસર લોકોના ગળા પર પડી રહી છે.કારણ કે હાલ દિલ્હીનું વાતાવરણ સંપૂર્ણપણે પ્રદૂષણની ઝપેટમાં છે.

આ સ્થિતિમાં લોકોને સુકી ઉધરસ થઈ રહી છે. ઘરે કે ઓફિસમાં બેસીને પણ લોકોને દિવસમાં 20 થી 25 વખત ખાંસી આવી રહી છે. આવી સ્થિતિમાં, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આયુર્વેદમાં જુફાની દવા સુકી ઉધરસને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમાંથી બનાવેલ જુફેક્સ ફોર્ટને હુંફાળા પાણી સાથે પી શકાય છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં પ્રદૂષણનું સ્તર 400ની ઉપર પહોંચી ગયું છે, જ્યારે લોકો સૂકી ઉધરસ અને છાતીમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. સફદરજંગ હોસ્પિટલના ડૉ. આ બાબતે કહ્યું કે રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર સતત જોવા મળી રહ્યું છે. બીજી બાજુ, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલના તબીબી અધિક્ષક કહે છે કે સૂકી ઉધરસમાં જુફા દવા દ્વારા રાહત મેળવી શકાય છે. ઉધરસ મટાડવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

નવી દિલ્હીના સરિતા વિહારમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ મેડિકલ સાયન્સ ના વરિષ્ઠ ડોક્ટરના જણઆવ્યા પ્રમાણે તુલસી, ભૃંગરાજ જેવી જડીબુટ્ટીઓ સાથે જુફા, કફ અથવા સૂકી ઉધરસને રોકી શકાય છે. આ સિવાય ઘરે પહોંચતા જ રાત્રે મીઠાના પાણી અને ગરમ દૂધથી ગાર્ગલ કરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરમાં સાત દિવસથી તે ખૂબ જ ખરાબ છે. શુક્રવારની જ વાત કરીએ તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ 450થી વધુ નોંધાયું છે. દિલ્હી સિવાય ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા અને નોઈડામાં સ્થિતિ દિલ્હી કરતા પણ ખરાબ હતી. આવી સ્થિતિમાં ડોક્ટરોએ સલાહ આપી છે કે આનાથી બચવા માટે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. ઘરની બહાર નીકળતી વખતે ચહેરા પર માસ્ક પહેરવાનું રાખવું જોઈએ.