ભારતમાં કોરોના મહામારી વચ્ચે 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો, અજબપતિઓની સંખ્યા વધી
- ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા
- અરબપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે
- દેશની કુલ સંપત્તિની 40 ટકા સંપત્તિ અજબપતિઓ પાસે
દિલ્હીઃ ભારતમાં આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં અરબપતિઓની સંખ્યા વધીને 142 ઉપર પહોંચી છે. આ અરબપતિઓ પાસે દેશની 40 ટકાથી વધારે સંપત્તિ છે. બીજી તરફ 2021 દરમિયાન 84 ટકા પરિવારોની આવક ઘટી છે. ફ્રાન્સ, સ્વીડન અને સ્વિઝરેન્ડમાં જેટલા અજબપતિથી છે તેનાથી વધારે માત્ર ભારતમાં જ છે. અજબપતિની સંખ્યામાં ભારત દુનિયામાં ત્રીજા ક્રમે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વાર્ષિક શિખર સંમેલન પહેલા જાહેર થયેલા OXFAM રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2021 દરમિયાન અરબપતિઓની સંખ્યા વધીને 142 થઈ ગઈ છે. તેમની પાસે સંપત્તિ પણ વધીને 720 બિલિયન ડોલર સુધી પહોંચી છે. જે દેશની 40 ટકા વસ્તીથી વધારે સંપતિ છે. કોરોના મહામારીને પગલે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે અરબપતિઓની સંપતિમાં રોકેટગતિએ વધારો થયો છે.
કોરોના મહામારીમાં અનેક લોકોના મોત થવાની સાથે આર્થિક સમસ્યાઓ પણ ઉભી થઈ છે. અનેક લોકોની નોકરી-ધંધા ઉપર અસર પડી છે. રિપોર્ટ અનુસાર 2021માં ભારત 84 ટકા પરિવારોની આવક ઘટી છે. અન્ય રિપોર્ટ અનુસાર ભારત હવે અરબપતિઓની સંખ્યામાં અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે છે. ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટઝરલેન્ડમાં જેટલા અરબપતિ છે એટલા માત્ર ભારતમાં જ છે. બીજી તરફ દુનિયાની 50 ટકા ગરીબ પ્રજાની નેશનલ વેલ્થ માત્ર 6 ટકાની ભાગીદારી છે.