Site icon Revoi.in

ઇઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે  હવે અમેરિકાએ ઇરાન પર આ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા

Social Share

દિલ્હીઃ-  ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના બારમા દિવસે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 લોકો માર્યા ગયા બાદ પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી જૂથ હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઈ છે.

હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં મંગળવારના હોસ્પિટલ હુમલામાં ઓછામાં ઓછા 3,478 લોકો માર્યા ગયા છે અને ઑક્ટોબર 7ના હુમલાનો ઇઝરાયેલ દ્વારા બદલો લેવામાં આવ્યો છે. જ્યારે ઈઝરાયેલે કહ્યું છે કે 7 ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકવાદીઓએ તેના લગભગ 1400 નાગરિકોની હત્યા કરી હતી.

ત્યારે હવે  વિશ્વભરના નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, ‘ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના દુ:ખદ અવસાનથી ખૂબ દુઃખ થયું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સમર્થન આપવા બુધવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા અને આજરોજ બ્રિટિશ પીએમ પણ ઈઝરા.લની મુલાકાત લેવા જઈ રહ્યા છે.

અમેરિકાએ ઈરાન પર પ્રતિબંઘ પણ લાદ્યા છે,જાણકારી પ્રમાણે જૉ બાઈડેને બુધવારે તેલ અવીવમાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ શાંતિની શોધમાં બે-રાજ્ય ઉકેલનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે તમામ પેલેસ્ટિનિયન હમાસ નથી. તેણે કહ્યું, ‘હમાસ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.’ સીરિયા, ઇજિપ્ત, ઈરાન, જોર્ડન, લેબનોન અને મોરિટાનિયા એ દેશોમાં સામેલ છે જેમણે ગાઝા હોસ્પિટલમાં વિસ્ફોટ પછી તેમના દેશોમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

આ સહીત જોબાઈડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેનો હેતુ ઇઝરાયેલ અને ગલ્ફમાં સાથી દેશો માટે તેહરાનના જોખમ તેમજ યુક્રેનમાં શસ્ત્રોની “વિનાશક” અસરનો સામનો કરવાનો છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ અંગે માહિતી આપી હતી. અગાઉ યુરોપિયન દેશોએ ગયા મહિને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઈલ અને પરમાણુ પ્રતિબંધો જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.