ચોમાસામાં લાકડાના ફર્નિચર પર સફેદ ફૂગ લાગી જાય છે, તો હવે આ રીતે કરો ફર્નિચરની માવજત
- ચોમાસામાં લાકડાના ફર્નિચર પર કોપરેલ લગાવી દો
- લાડકાના ફર્નિચરને કોરા કટકા વડે સાફ કરવાની આદત રાખો
વરસાદ આવતાની સાથે જ જાણે દરેક લોકોના ઘરમાં ભેજનું પ્રમાણ વધી જાય છે,ઘરમાં એચલી હદે ભેજ થઈ જાય છે કે જો આપણા ઘરનું ફર્નિચર લાકડાનું હોય તો તેમા પણ સફેદ ફૂગ વળી જાય છે, અને ગંધ પણ વાળે છે,જેમ લાકડા પર ભેજ લાગે અથવા પાણી લાગે એટલે લાકડું સળવાનું શરુ કરે છે આ સાથે તેમાંથી દૂર્ગંધ પણ આવવા લાગે છે.આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સ તમારે ફોલો કરવી જોઈએ જેથી તમારા લાડકાના તમામ ફર્નિચરની સારી માવજક થાય
ચોમાસામાં ભેજને કારણે ફંગસ લાગી જવાથી ફર્નિચર ખરાબ થવાનું જોખમ રહે છે. સોફાને ભેજથી બચાવવા માટે એક પોટલીમાં મીઠું બાંધીને સોફાની કિનારીમાં રાખી દો. આ પોટલી ભેજ શોષી લેશે.
ચોમાસામાં વાતાવરણમાં બદલાવ આવવાને કારણે ધોમધખતો તડકો અને ભેજને કારણે ફર્નિચરની ચમક અને ખુબસુરતી ખરાબ થઇ જાય છે. ભેજને કારણે લાકડાની વસ્તુઓ તૂટી જવાનો પણ ભય રહે છે. ત્યારે ખુરશી, ટેબલ, સોફાને તડકો ન આવે તે જગ્યા પર રાખવા જોઈએ.
આ સાથે જ બારી અને દરવાજામાંથી આવતી ધૂળને કારણે ફર્નિચર ખરાબ થઇ આ જાય છે. તેથી અઠવાડિયે એક વાર ફર્નિચરની સફાઈ કરવી જોઈએ. સુકા કાપડથી લાકડાના ફર્નિચરને સાફ કરવાથી દાગ થઇ શકે છે. ખુરશી અને ટેબલને મલમલના નરમ અને ચોખ્ખા કપડાથી જ સાફ કરો.
જો ફર્નિચર પર ચા, દાળ અથવા કોઈ વસ્તુ ફર્નિચર પર પડે છે,ત્યારે ભીના કપડાંથી જ સાફ કરો. જો તુરંત સાફ કરવામાં ન આવે તો ફર્નિચર પરના દાગથી લુક ખરાબ થઇ શકે છે.
ઉધઈ લાકડાના ફર્નિચરને ખોખલું કરી નાખે છે. મોંઘા એન્ટિક સોફા સેટ, ડાઇનિંગ ટેબલ ખરાબ ન થાય તે સમયે ઊધઈ સંરક્ષણ દવાનો ઉપયોગ કરતા રહો. 6 મહિનામાં એકવાર દવાનો છંટકાવ કરો.