Site icon Revoi.in

દેશમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવક 1.60 લાખ કરોડની નોંધાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશની GST આવકમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટમાં ભારતનું GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડ રહ્યું હતું. જે વર્ષ 2022 ઓગસ્ટની સરખામણીએ 11 ટકા વધુ હતું. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ શુક્રવારે વાર્ષિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વિશે માહિતી આપી હતી. સરકારે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે રૂ. 1.44 લાખ કરોડ ($17.41 બિલિયન) એકત્ર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા હતો અને નજીવા રીતે તે 8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. જૂન ક્વાર્ટર દરમિયાન GSTની આવકમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. આ ટેક્સ-જીડીપી રેશિયો 1.33 કરતા વધારે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જીએસટી ચોરીને ટકાવવા માટે કવાયતને વધારે તેજ બનાવી છે, તેમજ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જીએસટી ચોરી પકડાય તો જીએસટી દ્વારા જે તે એકમ ઉપર દરોડો પાડીને તપાસ કરવામાં આવે છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવકમાં તોતિંગ વધારો નોંધાયો છે.

જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹1,65,105 કરોડ હતી. જેમાંથી સીજીએસટી ₹29,773 કરોડ છે, એસજીએસટી ₹37,623 કરોડ હતી , આઇજીએસટી ₹85,930 કરોડ હતી (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) હતી. સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીને ₹39,785 કરોડ અને એસજીએસટીને ₹33,188 કરોડની પતાવટ કરી હતી. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹69,558 કરોડ અને એસજીએસટી માટે ₹70,811 કરોડ હતી..