- સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો
- શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ
ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ અનેક પ્રવાસન સ્થળો છે,કુદરતી ઝરણાઓ, નાના મોટા ઐતિહાસિક મંદિરો જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.
સોમનાથ નામ સાંભળતાની સાથે જ શિવ ભગવાનના દર્શન થયાની અનુભુતિ થાય છે, સોમનાથ તથા અહી આસપાસના નાના નાના સ્થળો ખુબ જ સુંદર રમણીય છે જેને નિહાળવા આસપાસના લોકો વિકેન્ડમાં આવતા હોય છે ,આમ તો છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે મંદિરમાં પ્રતિબંઘ લાદવામાં આવ્યો હતો જેથી કરીને લોકો અહીં આવી શકતા નહોતો પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા ઘીરે ઘીરે મંદિરમાં દર્શન કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી ત્યાર બાદ સ્થાનિક તેમજ બહારના લોકોનું આગમન થતુ જોવા મળી રહ્યું છે.
વિતેલા દિવસ રવિવારના રોજ અહી આજુબાજુ તથા બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો , મંદિરમાં પણ ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા હતા, સોમનાથ મંદિર સાંજે લાઈટિંગથી સજી ઉઠ્યું હતું, તો સાથે સાથે સાંજની આરતીથી ભક્તિ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું,આમ તો અહીનું વાતાવરણ હરહંમેશ ભક્તિ ભર્યું જોવા મળે છે પરંતુ ખાસ કરીને સવારની આરતી અને સાંજની આરતી કુદરતી સાનિધ્યાના સુરમાં ભક્તિનો સૂર પુરવે છે.
સોમનાથનો દરિયા કિનારો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે, અહીંની સાંજ ખુબ જ અલહાદક જોવા મળે છે તો સાથે સાથે પાસે આવેલા ત્રિવેણી સંગમનો નજારો પણ લોકોને મંત્રમુગ્ઘ કરે છે, એક બાજુ દરિયાનો કિનારો અને બીજી બાજુ ત્રણ નદીઓનું સંગમ એક અલગ જ અનુભુતી કરાવે છે, જ્યારે ચોમાચાની સિઝન હોય ત્યારે નદીઓ અને દરિયાનું પાણી એક થતુ જોવા મળે છે,
હાલ શિયાળાની ઋતુ હોવાથી ત્રિવેણી સંગમમાં અવનવા વિદેશી પક્ષીઓનું આગમન થયું છે, રંગબેરંગી અને અનવના ન જોયા હોય તેવા પક્ષીઓ હાલ અહી જોવા મળી રહ્યા છે.આ સાથે જ હવે સહેલાણીઓ માટે નૌકાવિહારની સેવા પણ શરુ કરવામાં આવી ચૂકી છે,ત્રિવેણી સંગમમાં નદીના કિનારાની નારિયેળીઓ કુદરતી વાતાવરણની શોભામાં ચાર ચાંદ લગાવે છે.
આ સાથે જ અહી આસપાસ રામ મંદિર ,ગાયત્રી મંદિર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુંઓ અહી પણ દર્શન કરવા અને કુદરતના સાનિધ્યને નીહાળવા આવતા રહેતા હોય છે, ઉલ્લેખનીય છે કે સોમનાથમાં પ્રથમ જ્યોતિલિંગ આવેલું છે જેને લઈને દેશભરના લોકો અહી આવે છે ત્યારે હાલ સોમનાથમાં પાર્કિંગની ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે,અંદાજે 3 હજાર જેટલા વાહનોનું પાર્કિંગ નવેસરથી સુવિધા સજ્જ બવાનનામાં આવ્યું છે. જો કે કોરોના મહામારીના કારણે હાલ તેનું કાર્ય શરુ જ છે.જે ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે પુરું થઈ જશે.