ભાવનગરઃ કોસ્ટલ હાઈવે ગણાતા ભાવનગર-સોમનાથ વચ્ચે નેશનલ હાઇવેનાં નિર્માણ માટે 7 હજારથી વધુ વૃક્ષો કપાયા હોવાનો અંદાજ બતાવાયો હતો તળાજા વિસ્તારમાં મોટા બાંધકામો વૃક્ષોનો વિનાશ નોતરે છે, વૃક્ષછેદન સામે બમણા વૃક્ષો ઉછેરવાનો નિયમ કોઈ પાળતુ નથી અનિયમિત વરસાદ, ઋતુચક્રમાં ફેરફારોથી વૃક્ષ વનરાજીનું પ્રમાણ ઘટતુ જાય છે. છેલ્લા વર્ષોમાં પ્રગતિની આડ અસર રૂપે લાકડા માટે, ઉધોગો, બાંધકામો, વિવિધ કામો માટે સંપાદન થયેલ જમીનો પરના વૃક્ષોનું નિકંદન થાય છે જેનાં કારણે જોખમાઇ રહેલા પર્યાવરણને સમતોલ રાખવા માટે કપાતા વૃક્ષોથી બમણા વૃક્ષો ઉછેરવા અનિર્વાય છે.
પર્યાવરણવિદોના કહેવા મુજબ જિલ્લાના તળાજા સહિત સાર્વત્રિક રીતે થતા અનિયમિત ઋતુચક્ર માટે મુખ્ય કારણ વૃક્ષોનું ઘટતું જતું પ્રમાણ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનાં નિર્માણ માટે 7 હજારથી વધુ વૃક્ષો કપાયા હોવાનો અંદાજ બતાવાયો હતો.છેલ્લા વર્ષોમાં પ્રગતિની આડ અસર રૂપે લાકડા માટે, ઉધોગો, બાંધકામો, વિવિધ કામો માટે સંપાદન થયેલા જમીનો પરના વૃક્ષોનું નિકંદન થાય છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 ની જોગવાઇ મુજબ કેટલાક ઉપયોગી અને અનામત અને બિન અનામત જાહેર કરેલ વૃક્ષો ખાનગી અને જાહેર જમીનપર હોય અને તેને ખાસ કારણોસર કાપવા પડે તેમ હોય તો સક્ષમઅધિકારીની પરવાનગી લેવી પડે છે અને આવી મંજુરી વખતે જેટલા ઝાડો કાપવાની મંજુરીમળે તેનાંથી બમણી સંખ્યામાં વૃક્ષો એક વર્ષમાં વાવીને ઉછેરવાની બાંહેધરી આપવી પડે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આઝાદીબાદ 1950 થી ગુજરાતમાં દર વર્ષે સાર્વજનિક વન મહોત્સવ ઊજવાઇ રહયો છે. આજે સાડા છ દાયકાબાદ વન મહોત્સવની ફલશ્રૃતિનું ખરેખર આંકલન થયું છે? વર્ષો વર્ષનાં સરકારી કાર્યક્રમો અને દાવાઓ પ્રમાણે વૃક્ષોનું સવંર્ધન થયું હોય તો એક આદર્શ સ્થિતિ હોત..ઉપરાંત વિકાસનાં નામે વૃક્ષોનાં અમાપ છેદન સામે નવા વૃક્ષો ઉછેરવાનાં કાયદાઓનું યોગ્ય અમલીકરણ નહી થતું હોવાનું લોકો અનુભવે છે.