Site icon Revoi.in

નવા વર્ષમાં આ લોકોએ રાખવું પડશે પોતાનું ધ્યાન,પહેલા ગ્રહણની થઈ શકે છે અસર

Social Share

હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2023નું પહેલું ગ્રહણ સૂર્યગ્રહણ હશે.આ સૂર્યગ્રહણ 20 એપ્રિલ, 2023ના રોજ ગુરુવારે થશે.આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ કારણોસર તેનો સૂતક કાળ માન્ય રાખવામાં નહીં આવે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગશે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કુંભ રાશિની વ્યક્તિઓના જીવનમાં ઉન્નતિ લાવશે. શનિ ગ્રહના સ્વામિત્ત્વવાળી કુંભ રાશિની વ્યક્તિઓને જીવનના તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. જે લોકો રોજગારી શોધી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. ગ્રહણની અસરથી કુંભ રાશિની વ્યક્તિઓને તેમનું નસીબ સંપૂર્ણપણે સાથ આપશે અને વેપારીઓને ફાયદો થશે.

ગત મહિને 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું અને 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થયું હતું. સૂર્યગ્રહણ શાસન અને સરકાર સાથે સંબંધિત છે, જ્યારે ચંદ્રગ્રહણ મન સાથે સંબંધિત છે. સૂર્યગ્રહણને કારણે સત્તા પરિવર્તન, રાષ્ટ્રોના વડાઓને નુકસાન થાય છે.