1. Home
  2. ગુજરાતી
  3. આવનારા 5 વર્ષમાં પૃથ્વી 40 ટકા વધુ ગરમ થવાની શક્યતાઓ,વધી શકે છે મુશ્કેલીઓઃ- ડબલ્યૂએમઓ
આવનારા 5 વર્ષમાં પૃથ્વી 40 ટકા વધુ ગરમ થવાની શક્યતાઓ,વધી શકે છે મુશ્કેલીઓઃ- ડબલ્યૂએમઓ

આવનારા 5 વર્ષમાં પૃથ્વી 40 ટકા વધુ ગરમ થવાની શક્યતાઓ,વધી શકે છે મુશ્કેલીઓઃ- ડબલ્યૂએમઓ

0
Social Share
  • આવનારા 5 વર્ષમાં પૃથ્વી 40 ટકા વધુ ગરમ થવાની શક્યતા
  • પૃથ્વી પર વધી શકે છે મુશ્કેલીઓઃ- ડબલ્યૂએમઓ

દિલ્હીઃ- દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પૃથ્વીને લઈને અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છએ, પ્રદુષણથી લઈને અનેક સમસ્યાઓ માનવ જીવન સામે આવી રહી છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ બીજી એક ચેતવણી ઉચ્ચારી છે

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આવનારા પાંચ વર્ષના સમયગાળામાં પૃથ્વીના તાપમાનમાં 40 ટકાનો વધારો થઈ શકે છે. આ ઉનાળાના પહેલાનાં તમામ રેકોર્ડોને તોડશે. તે જ સમયે, પેરિસ પર્યાવરણ કરાર હેઠળ કરવામાં આવતા કામ પર પાણી ફરી જવાની શક્યતાઓ દર્શાવી છે. આ ચેતવણી વિશ્વ હવામાન સંસ્થા દ્વારા જારી કરવામાં આવી છે.

આ સમગ્ર બાબતે આ સંગઠનના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે  વર્ષ 2025 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડશે. આ માટે આ સંસ્થા 90 ટકા મજબૂત હોવાનો દાવો કરી રહી છે. આ સિવાય એટલાન્ટિક મહાસાગરમાં ભયાનક સ્તરના વાવાઝોડાંનું આગમન થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.

ડબલ્યુએમઓના આ વર્ષ માટેની આગાહી એ છે કે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ પરના દેશોના તાપમાનમાં 0.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ તાપમાન છેલ્લા કેટલાક દાયકા કરતા વધારે નોંઘાઈ રહ્યું છે. અમેરિકાના દક્ષિણપશ્ચિમમાં ચાલુ દુષ્કાળ હજી પણ આ સ્થિતિમાં રહેશે, એટલે કે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના દેશો જેમાં મોટાભાગના ખંડો આવે છે, તેઓ આ વર્ષે સરેરાશ તાપમાન કરતા વધારે  તાપમાન સહન કરશે.

ડબલ્યુએમઓએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષ માટે કોઈપણ એક વર્ષનું તાપમાન ઔદ્યોગિક સમયગાળા કરતા 1.5. ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે રહેશે. આ સ્થિતિમાં પેરિસ પર્યાવરણીય કરાર હેઠળ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના તમામ પ્રયત્નો વેરવિખેર થતા જોવા મળશે, આ સમયે વિશ્વ ઔદ્યોગિક સમયગાળા કરતા 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ છે. ગયા વર્ષે, સમાન સંસ્થાએ 40 ટકાને બદલે 20 ટકા વધુ ગરમ થવાની આગાહી કરી હતી.

યુનાઇટેડ કિંગડમના હવામાનશાસ્ત્રી લીઓ હર્મોન્સને કહ્યું હતું કે તાપમાનમાં બમણો વધારો થાય છે એટલે કે બદલાતી ટેકનોલોજી, એટલે કે બદલાતી ટેકનોલોજીમાં ફેરફારથી ગરમી વધી રહી છે. અમે ક્યારેય ધ્રુવીય પ્રદેશો પર ધ્યાન આપ્યું નથી. ત્યાંની હાલત દિવસેને દિવસે વણસી રહી છે.ડબલ્યુએમઓ તરફથી આપવામાં આવેલી ચેતવણીનો સ્પષ્ટ અર્થ એ છે કે તમામ દેશો અને તેમની સરકારોએ પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે કડક પગલાં ભરવા પડશે..

ડબ્લ્યુએમઓ સેક્રેટરી જનરલ પ્રોફેસર પાટેરી ટલ્લાસે કહ્યું કે તે માત્ર આંકડા નથી. તે તેના કરતા ઘણું વધારે છે. બરફ ઓગળતો જાય છે, સતત વધતા તાપમાનને કારણે દરિયાની સપાટી વધી રહી છે. વધુ હીટવેવ જોવા મળી રહી છે.જેને કારણે, વિશ્વભરની વસ્તી ખોરાકની લાલસામાં રહેશે. તે ખોરાક, આરોગ્ય, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર મોટી અસર કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code