Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો ઘડાશે,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુની જાળમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ કરીને હતી, એમાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે કાયદો ઘડાશે

રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઍન્ડ ઇરેડિકશન ઑફ હ્યુમને સેક્રિફાઇસ ઍન્ડ અધર ઇનહ્યુમન, એવિલ ઍન્ડ અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક એક્ટ-2013 અસ્તિત્વમાં છે અને કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે. ગુજરાતમાં પણ અંધશ્રદ્ધા નિર્મુલન માટે કાયદો ઘડાશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ રજુ કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા નિખાલસપણે સ્વીકાર કરાયો હતો કે, ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઈપણ પ્રકારનો કાયદો નથી. આ સમગ્ર મામલે તા.ગઈ તા.  23-7-2024ના રોજ રાજ્યના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ ઍન્ડ રેલવેઝ) ની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં આ સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.  પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.