Site icon Revoi.in

સુરતમાં 5 બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડામાં રૂ. 650 કરોડના બનામી વ્યવહારો મળ્યાં

income tax
Social Share

અમદાવાદઃ આવકવેરા વિભાગે તાજેતરમાં જ સુરતમાં પાંચ બિલ્ડર ઉપર દરોડા પાંડ્યાં હતા. દરોડા દરમિયાન 650 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા છે. બિલ્ડર ગ્રુપ દ્વારા રોકાણ અંગે કોડવર્ડની ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગના દરોડામાં કરોડોની રોકડ અને કરોડોની કિંમતના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યાં હતા. હજુ પાંચેય ગ્રુપ ઉપર તપાસ ચાલુ છે અને તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે સુરતમાં પાંચ બિલ્ડરના ઓફિસ, ઘર અને વ્યવસાય સહિત 35 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. બિલ્ડર ગ્રુપના ત્યાં તપાસ દરમિયાન કુલ 650 કરોડના બેનામી વ્યવહારો મળ્યાં છે. બે બિલ્ડર ગ્રુપના લેપટોપમાંથી અનેક ડેટા મળી આવ્યા હતાં. બે બિલ્ડર ગ્રુપના 650 કરોડના ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી. આવકવેરા વિભાગના તપાસમાં 300 કરોડના ફ્લેટ-જમીન રોકડમાં વેચાયાનું તથા રૂ. 200 કરોડના રોકાણ પણ ચોપડે ના બતાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત 100 કરોડની લૉન વ્યવહારમાં પણ ગોટાળા મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. દરોડામાં રૂ. 4 કરોડની રોકડ તથા 3 કરોડના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યાં છે. બેનામી વ્યવહારમાં કોડવર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરાઈ છે. બિલ્ડર ગ્રુપ દ્વારા રિયલ એસ્ટેટ વ્યવસાયમાં રૂ. 200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

(Photo-File)