Site icon Revoi.in

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર અને સાંસદ જયાં બચ્ચન વચ્ચે તણખા ઝર્યાં

Social Share

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે જોરદાર ચકમક ઝરી હતી. અધ્યક્ષ ધનખર દ્વારા જયા અમિતાભ બચ્ચન કહેવામાં આવતા જયા બચ્ચન ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, તેઓ એક કલાકાર છે અને બોડી લેંગ્વેજ સારી રીતે સમજે છે. જયાએ તો ત્યાં સુધી કહ્યું કે, મને માફ કરજો, પણ તમારો સ્વર મને બિલકુલ સ્વીકાર્ય નથી. અધ્યક્ષે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા, જેના પર રાજ્યસભા સાંસદે ઘણી વખત વાંધો ઉઠાવ્યો હતો.

રાજ્યસભામાં જયા બચ્ચનનો બોલવાનો વારો આવ્યો ત્યારે અધ્યક્ષ તેમનું નામ બોલ્યાં હતા.. આના પર જયા બચ્ચને કહ્યું, “હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશનને સમજું છું. મને માફ કરી દો, પરંતુ તમારો સ્વર મને માન્ય નથી. અમે સહકર્મીઓ છીએ, ભલે તમે ખુરશી પર કેમ ન હોવ.” તમે બેઠા છો?” આના પર અધ્યક્ષે કહ્યું કે, “એવું ન માનો કે માત્ર તમારી જ પ્રતિષ્ઠા છે. સંસદના વરિષ્ઠ સભ્ય તરીકે તમારી પાસે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નીચી પાડવાનું લાયસન્સ નથી.”

અધ્યક્ષે કહ્યું હતું કે, “તમે કોઈ પણ હો, ભલે તમે સેલિબ્રિટી હો, હું આવી બાબતોને બિલકુલ સહન નહીં કરું. તે મારા સ્વર, મારી ભાષા અને મારા સ્વભાવની વાત છે. હું કોઈના કહેવા પર કામ કરતો નથી.” આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે વિપક્ષે આરોપ લગાવ્યો કે, સ્પીકરે જયા બચ્ચન સાથે ગેરવર્તન કર્યું છે. જેનાથી નારાજ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. તેના પર અધ્યક્ષે કહ્યું કે હું જાણું છું કે વિપક્ષ માત્ર ગૃહને અસ્થિર કરવા માંગે છે.

ગૃહમાંથી બહાર આવતાં જયા બચ્ચને મીડિયાને જણાવ્યું હતું કે, “મેં સ્પીકરના ટોન સામે વાંધો ઉઠાવ્યો હતો. અમે શાળાએ જતા બાળકો નથી. અમારામાંથી કેટલાક વરિષ્ઠ નાગરિકો છે. હું તેમના ભાષણના ટોનથી પરેશાન થઈ ગઈ હતી અને ખાસ કરીને જ્યારે વિપક્ષ નેતા બોલવા ઊભા થયા, તેમણે માઈક બંધ કરી દીધું, તમારે વિપક્ષના નેતાને બોલવા દેવા જોઈએ.