Site icon Revoi.in

સ્ટેટ રેટિંગ ફ્રેમવર્કમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાજ્યમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક 

Social Share

જુનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કની જેમ ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારફત સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવી છે.. જે અન્વયે જૂનાગઢ કૃષિ યુનિ. સ્ટેટ રેટિંગ ફ્રેમવર્કમાં કૃષિ યુનિ.માં રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ રેન્કિંગ કાર્યક્રમમાં રાજયની સરકારી યુનિવર્સિટીઓ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ યુનિર્સિટીઓ માટે નેશનલ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યુ છે જેમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ ભાગ લઈ શકે છે. કેસીજી દ્વારા તા.4 ડીસેમ્બરના રોજ જાહેર કરાયેલ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટયુશનલ રેટિંગ ફ્રેમવર્ક 2020-21 (GSIRF) અંતર્ગત રીસર્ચ, પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ, વિદ્યાર્થી- શિક્ષક રેશીયો, સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને અન્ય માપદંડને ધ્યાને લેવામાં આવ્યા હતા. આ તમામ માપદંડને આધારે યુનિવર્સિટીઓના રેન્કિંગની ગણતરી કરવામાં આવે છે. જેમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં એક થી પાંચ સુધીના સ્ટાર રેટિંગ તેમજ સ્કોર અને રેડિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારક્ત જાહેર કરાયેલ આ રેટિંગમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પૈકી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 61.74 ના શ્રેષ્ઠ સ્કોર સાથે સતત ત્રીજા વર્ષે ફેર સ્ટાર” રેટીંગ મેળવી સમગ્ર રાજ્યમાં પાંચમો ક્રમ મેળવ્યો છે તેમજ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પૈકી સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે.