અમદાવાદઃ રાજ્યમાં બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તા. 12મી માર્ચથી નવા શૈક્ષણિક સત્ર માટે ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ જિલ્લાના શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે. તેમજ રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ માટે બીઆરસી અને સીઆરસી શિક્ષકોને ખાસ સુચના આપવામાં આવી છે. જેમ કે તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યનું ઓયજન સાથેનું પ્રેજટેશન તૈયાર કરવું. શાળા પ્રવેશોત્સવ માં શિક્ષણ વિભાગ ઉપરાંત મહિલા અને બાળ વિભાગ, સામાજિક ન્યાય અધિકારીકતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ પણ જોડાશે. શાળા પ્રવેશોત્સવ માટે શાળાઓએ પ્રવેશપાત્ર બાળકોની સચોટ સર્વે કરી અને નામાંકન પ્રક્રિય પૂર્ણ કરવાની રહેશે. શાળાની સ્વચ્છતા ખૂતલાં વેકેશન પૂર્વે થઇ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. વાલીઓ તથા લોકોને આ કાર્યક્રમમાં આમત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો. શાળાના નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિ સંકલનમાં રહીને કરવાનું રહેશે.