Site icon Revoi.in

ઉનાળાની ઋતુમાં બાળકની સ્કિન થઈ જાય છે ડ્રાય,તો આ રીતે લો વિશેષ કાળજી

Social Share

ઉનાળાની ઋતુ માત્ર પુખ્ત વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ ઋતુમાં બાળકોને ત્વચાની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો બદલાતી ઋતુમાં બાળકોની ત્વચાનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. કાળઝાળ ગરમીમાં બાળકોની ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, તેથી માતા-પિતાએ આ સમય દરમિયાન તેમની ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આજે અમે તમને એવી જ કેટલીક રીતો જણાવીશું જેના દ્વારા તમે ઉનાળામાં બાળકોની ત્વચાની સંભાળ રાખી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે..

શા માટે બાળકોને ત્વચાની સમસ્યાઓ થાય છે?

નિષ્ણાતોના મતે બાળકોની ચામડીનું પડ ખૂબ જ પાતળું હોય છે. આવી સ્થિતિમાં, ગરમીના કારણે, ત્વચા પર રેડ રેશેઝ, ખંજવાળ, સોજો અને બળતરા જેવી સમસ્યાઓ પણ દેખાવા લાગે છે. માતા-પિતાની થોડી બેદરકારી બાળકની ત્વચા પર ખરાબ અસર કરી શકે છે.

ડાયટ પર આપો ધ્યાન

આ સિઝનમાં તમારા બાળકના આહારનું ધ્યાન રાખો. આ સિઝનમાં તેમને વિટામિન-ઇ, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક આપો. તમે બાળકોને જે પણ આપો છો તેની સાથે તેમના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. આવી સ્થિતિમાં તેમને સારો આહાર આપવાનું ભૂલશો નહીં.

લાંબા સમય સુધી સ્નાન ન કરાવો

જો ખુબ જ ગરમી હોય, તો બાળકને લાંબા સમય સુધી નવડાવશો નહીં. તમારા બાળકને ખૂબ લાંબા સમય સુધી નહાવવાથી ત્વચામાં ભેજ ઘટી શકે છે. આ સિવાય બાળકને નવડાવતી વખતે વધારે પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો.

મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો

બાળકોએ સ્નાન કર્યા પછી મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું જોઈએ, ઉનાળાની ઋતુમાં બાળકોની ત્વચાને ભેજથી બચાવવા માટે આ જરૂરી છે, તેથી તેમની ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં