1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, માલનો ભરાવો થતા આવક બંધ કરવી પડી
તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, માલનો ભરાવો થતા આવક બંધ કરવી પડી

તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, માલનો ભરાવો થતા આવક બંધ કરવી પડી

0
Social Share

ભાવનગરઃ  જિલ્લાના તળાજા પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયું છે. તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા પખવાડિયાથી મગફળીની સતત આવક શરૂ રહેતા યાર્ડના મેદાનમાં મગફળીના ઢગલા થઇ ગયા છે,  મગફળીની ધૂમ આવકથી  માર્કેટયાર્ડ ઊભરાઈ જતાં  વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતોને હાલ મગફળી ન લાવવા માટે વારંવાર સૂચના આપવી પડે છે.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાજા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ધૂમ આવક થઈ રહી છે. છેલ્લા બે દિવસથી હરરાજી દ્વારા હજારો ગુણી મગફળીની ખરીદીની પ્રક્રિયા છતાં યાર્ડ સંકુલમાં મગફળીનો ભરાવો શરૂ રહેતા ખેડૂતોને હરરાજી માટે મગફળી ન લાવવા ફરી તાકીદ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં સારી ક્વોલિટીની મગફળીના વિક્રમ સર્જક ભાવ મળતા હોવાથી અને ખેડૂતોના ખળામાં મગફળીનો જથ્થો તૈયાર હોવાથી ખેડૂતો રોકડી કરી લેવાના મુડમાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તળાજા તાલુકામાં આ વર્ષે 22,772 હેક્ટરમાં ચોમાસુ મગફળીનું વાવેતર થયું હતું. ઉપરાંત તળાજા માર્કેટિંગ યાર્ડમાં તળાજા તાલુકા ઉપરાંત ઘોઘા, પાલીતાણા, શિહોર તાલુકાના નજીકના ગામોના ખેડૂતો પોતાની મગફળી હરાજી માટે આવતા હોય છે એટલે દેવદિવાળી પછી મગફળીની આવક વધી જતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે અઠવાડિયા થી દૈનિક રીતે સરેરાશ 5000 થી 6000  ગુણી મગફળી આવવા લાગતા યાર્ડ સંકુલમાં ભરાવો થયો છે.આથી વ્યવસ્થા જાળવવા માટે મગફળીને હરરાજીમાં લાવવા માટે વારંવાર બ્રેક લગાવવી પડે છે. તળાજા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચોમાસુ મગફળીના ગુણવત્તા મુજબ ઊંચા ભાવો મળે છે, સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી માટેના નિયત થયેલા મણના રૂ.1170 ના ભાવ સામે હાલ તળાજા માર્કેટ યાર્ડમાં ક્વોલિટી પ્રમાણે મગડી 9 નંબરના સરેરાશ મણના રૂ,1400 થી 1800, મગડી 5 નં, ના રૂ,1200 થી 1500, તેમજ જી 20 નં,ના રૂ, 1100 થી 1250 ભાવ અંકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code