Site icon Revoi.in

કોરાના કાળમાં એસ.ટી. નિગમને રૂ. 500 કરોડ કરતા વધુનું નુકશાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

દહેગામ ખાતે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એસ.ટી. બસ સ્ટેશનનુ લોકર્પણ કરતા  નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં એસ.ટી. બસની સુવિધા રાજયના મોટા ભાગના નાગરિકોના રોંજિદા જીવનમા ઉપયોગ કરી રહ્યા છે. દહેગામ બસ સ્ટેશન ખાતેથી દરરોજ અંદાજી 10 હજાર કરતા વધુ નાગરિકો પોતાના કામ અર્થે અવર જવર કરે છે. રાજયના નાગરિકોની સલામત યાતાયાતની સૂવિધાઓ પુરી પાડી અદ્યતન પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. પ્રવર્તમાન યુગમા ટેકનોલોજીના માધ્યમથી એસ.ટી.ની સુવિધાઓ સહિત નવીન બસો દ્વારા મુસાફરોને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે જેનો મહત્તમ ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધંધા- રોજગાર, સામાજિક અને અન્ય પ્રસંગોમાં એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે આજે રાજયના મોટા ભાગના નાગરિકો એસ.ટી. બસ સુવિધાનો લાભ લે છે. રાજયમાં નિયમિત ૨૫ લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે. આટલી મોટી સંખ્યામાં રાજયના નાગરિકો બસ સુવિધાનો ઉપયોગ કરતા હોવાથી તેમને ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અધતન સુવિધા સજ્જ બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં રાજયના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધા જનક બનાવવાનું આયોજન રાજય સરકારે કર્યું છે.